શાહીદનો ફિટનેસ મંત્ર

38 વર્ષના શાહિદ કપૂર એવા બોલિવુડ એક્ટર્સમાં આવે છે જે પોતાની ફિટનેસ અને બોડી પર સૌથી વધુ ધ્યાન આપે છે. શાહિદની મસ્ક્યુલર બોડી તેના ફીમેલ ફેન્સ જ નહીં પરંતુ મેળ ફેન્સને પણ પોતાના દીવાના બનાવે છે. હાલ શાહિદ પોતાની ફિલ્મ કબીર સિંહમાં બીઝી છે જેમાં તે એક મેડિકલ સ્ટુડન્ટનો રોલ નિભાવી રહ્યો છે. આ રોલ માટે શાહિદે 14 કિલો જેટલું વજન ઓછું કર્યું છે. આખરે કઈ રીતે આટલા ટૂંકાગાળામાં શાહિદે ઓછું કર્યું આટલું બધું વજન? આખરે શું છે તેનું સીક્રેટ…જાણો,
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
કોલેજના વિદ્યાર્થી દેખાવા માટે આટલી મહેનત કરી

ફિલ્મ કબીર સિંહમાં શાહિદ બે અલગ અળગ લૂકમાં દેખાશે. ફર્સ્ટ હાફમાં કોલેજ સ્ટુડન્ટ તો સેકન્ડ હાફમાં માચોમેન. તેવામાં શાહિદના ટ્રેનરે કહ્યું કે, ફિલ્મ કબીર સિંહ માટે વિદ્યાર્થી જોવો દેખાવા શાહિદ પાસે ખૂબ જ આકરી મહેનત કરાવવામાં આવી. જ્યારે ફિલ્મના બીજા હાફ માટે શાહિદના બોડી પર એ રીતે કામ કરવામાં આવ્યું કે તે થોડો જાડો અને મસ્ક્યૂલર લાગે.
1400-1500 કેલરી ડાયટ

બંને લૂક માટે શાહિદે પોતાના ડાયેટમાં ઘણો ફેરફાર કર્યો. શાહિદના ટ્રેનરે કહ્યું કે વર્ષ 2003માં આવેલી ફિલ્મ ઇશ્ક-વિશ્ક બાદ હવે આ ફિલ્મમાં શાહિદ કોલેજ સ્ટુડન્ટના રોલમાં જોવા મળશે. આ માટે જ તેણે 14 કિલો જેટલું વજન ઘટાડ્યું છે. આ માટે શાહિદે દરરોજ 1400-1500 કેલરીની ડાયેટ લીધી અને સાથે ખૂબ જ કાર્ડિયો એક્સર્સાઈઝ કરી હતી.
વેજ ડાયેટ ફોલો કરે છે શાહિદ

કબીર સિંહના રોલ માટે ભલે શાહિદે વજન ઉતાર્યું હોય અને દુબળો-પાતળો લાગી રહ્યો હોય નહીંતર સામાન્ય રીતે શાહિદ હંમેશા સિક્સ પેક એબ્સમાં નજર આવે છે. શાહિદ એક ચુસ્ત વેજિટેરિયન છે અને તેના ડાયેટમાં એવા ફૂડ્સ આઇટમ સામેલ છે જેમાં પ્રોટિન, એનર્જી અને એમીનો એસિડ ભરપૂર માત્રામાં હોય.
દરરોજ 2 કલાક સુધી કરે છે એક્સર્સાઇઝ

વર્ક આઉટની વાત કરીએ તો શાહિદ સપ્તાહના 6 દિવસ દરરોજ 2 કલાક માટે એક્સર્સાઇઝ કરે છે. તેની ટ્રેનિંગમાં પ્લાંક્સ, પુશ અપ્સ, ડેડ લિફ્ટ્સ, કાર્ડિયો અને વેટ ટ્રેનિંગ એક્સર્સાઇઝ સામેલ છે. શાહિદને ડાન્સ કરવો પણ ખૂબ જ પસંદ છે. આ કારણે પણ તેની બોડી શેપમાં રહે છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2XeKy5k
No comments:
Post a Comment