એક્ટ્રેસને લાગી લોટરી

ભૂમિ પેડનેકરે દમ લગાકે હઈશા ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ માટે ભૂમિને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો અવોર્ડ પણ મળ્યો હતો. ભૂમિ છેલ્લે ફિલ્મ સોનચિડિયામાં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી શકી નહોતી. જો કે આ વખતે ભૂમિ પેડનેકરની બેક ટૂ બેક છ ફિલ્મો રિલીઝ થવાની છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ડોલી કિટ્ટી ઔર વો ચમકતે સિતારે

લિપસ્ટિક અન્ડર માય બુર્ખા જેવી ફિલ્મનું ડાયરેક્શન કરી ચૂકેલા અલંકૃતા શ્રીવાસ્ત જ આ ફિલ્મના ડાયરેક્ટર છે. જેમાં ભૂમિની સાથે કોંકણા સેન શર્મા પણ જોવા મળશે. ફિલ્મનો ફર્સ્ટ લુક ઓક્ટોબર મહિનામાં લોન્ચ થયો હતો.
સાંડ કી આંખ

આ ફિલ્મ અનુરાગ કશ્યપના પ્રોડક્શન હેઠળ બની રહી છે. ફિલ્મમાં ભૂમિની સાથે સાથે તાપસી પન્નૂ પણ લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા ચંદ્રો તોમર અને પ્રકાશી તોમરના જીવન પર આધારિત છે. ફિલ્મનું ડાયરેક્શન તુષાર હીરાનંદાની કરી રહ્યા છે.
હોરર ફિલ્મ

રિપોર્ટ પ્રમાણે ભૂમિ પેડનેકર તાપસી પન્નૂ સાથે હોરર ફિલ્મમાં પણ જોવા મળશે. ફિલ્મની વાર્તા એક જહાજની આસપાસ પર આધારિત હશે. આ ફિલ્મને ભાનૂ પ્રતાપ સિંહ ડાયરેક્ટ કરશે.
પતિ, પત્ની ઔર વો

આ ફિલ્મ 1978માં રિલીઝ થયેલી સંજીવ કુમારની પતિ, પત્ની અને વોની રિમેક હશે. આ ફિલ્મમાં ભૂમિ સિવાય અનન્યા પાંડે અને કાર્તિક આર્યન પણ લીડ રોલમાં છે. ફિલ્મનું ડાયરેક્શન મુદસ્સર અઝીઝ કરશે. જે 6 ડિસેમ્બરે રિલીઝ થશે.
બાલા

આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના સાથે ત્રીજીવાર કામ કરતી જોવા મળશે. સ્ત્રી ફિલ્મના ડાયરેક્ટર આ ફિલ્મનું ડાયરેક્શન કરશે. આ પહેલા ભૂમિ આયુષ્માન સાથે દમ લગાકે હઈશા અને શુભ મંગલ સાવધાનમાં કામ કરી ચૂકી છે.
તખ્ત

આ ફિલ્મ કરણ જોહરના પ્રોડક્શન હાઉસની છે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. જેમાં ભૂમિ સિવાય જાહ્નવી કપૂર, અનિલ કપૂર, કરીના કપૂર, આલિયા ભટ્ટ, વિકી કૌશલ અને રણવીર સિંહ પણ જોવા મળશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2XgoW8D
No comments:
Post a Comment