‘કલંક’ને સારો બિઝનેસ, આલિયાની થઈ રહી છે પ્રશંસા

ફિલ્મ ‘કલંક’ને રિલીઝના પ્રથમ દિવસે જ બૉક્સ ઑફિસ પર શાનદાર ઓપનિંગ મળી હતી. ફિલ્મે શુક્રવારે જ 21 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો. ‘કલંક’માં આલિયાના પાત્ર અને એક્ટિંગને ખૂબ જ વખાણવામાં આવી રહ્યાં છે. આ દરમિયાન એક દંગ કરી દેનારી વાત સામે આવી છે.
દીપિકાને મળ્યો હતો રૂપનો રોલ

રિપોર્ટ્સ અનુસાર, ‘કલંક’માં રૂપનું પાત્ર કે આલિયાએ ભજવ્યું છે તેના માટે પહેલા દીપિકા પાદુકોણને અપ્રોચ કરવામાં આવી હતી. એક એન્ટરટેઈનમેન્ટ વેબસાઈટ અનુસાર, મેકર્સ પહેલા આ રોલને લઈને દીપિકા પાસે પહોંચ્યા હતા પણ તેણે ઠુકરાવી દીધો. ત્યારબાદ આ રોલ માટે આલિયાને અપ્રોચ કરવામાં આવી હતી, જેણે આને સ્વીકાર્યો અને શાનદાર રીતે પડદા પર ભજવ્યો.
શા માટે પાડી ના?

જોકે, દીપિકાએ આ રોલને કેમ ન સ્વીકાર્યો તેનું કોઈ કારણ સામે આવ્યું નથી. જો તેણે આ રોલ માટે હા કરી દીધી હોત તો દર્શકોને પ્રથમવાર દીપિકા અને વરુણ ધવનની જોડી પડદા પર જોવા મળી હોત.
‘છપાક’માં ચેલેન્જિંગ રોલમાં દેખાશે દીપિકા

વર્કફ્રન્ટની વાત કરીએ તો અત્યારે દીપિકા મેઘના ગુલઝારની ફિલ્મ ‘છપાક’નું શૂટિંગ કરી રહી છે, જેમાં તે એક એસિડ સર્વાઈવરનો રોલ ભજવતી જોવા મળશે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Pl5Lrj
No comments:
Post a Comment