Latest

Sunday, April 21, 2019

આ વ્યક્તિને આજે પણ શ્રીદેવી ખૂબ જ યાદ આવે છે

શ્રીદેવીને ફિલ્મ ‘કલંક’માં કાસ્ટ કરવામાં આવ્યા હતા

શ્રીદેવીને ફિલ્મ કલંકમાં કાસ્ટ કરવામાં આવ્યા હતા, પણ અચાનક શ્રીદેવીનું નિધન થવાના કારણે બાદમાં આ રોલ માધુરી દિક્ષીતે ભજવ્યો. ફિલ્મ કલંકમાં લીડ એક્ટ્રેસીસના કપડાંને ભારે પ્રશંસા મળી રહી છે. આ ફિલ્મના કપડાં જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યા છે.

આ વ્યક્તિને આજે પણ શ્રીદેવી ખૂબ જ યાદ આવે છે

ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, શ્રીદેવીના સારા મિત્ર હતા. એક ઈન્ટરવ્યૂ દરમિયાન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ જણાવ્યું કે કેવી રીતે શૂટિંગ દરમિયાન અને ફિલ્મ જોતી વખતે તેઓ શ્રીદેવીને યાદ કરતા હતા. કલંક ફિલ્મના સેટ પર મનીષ મલ્હોત્રા ઘણીવખત એવું વિચારતા હતા કે જો શ્રીદેવી સેટ પર હોત તો તેઓ વિવિધ જ્વેલરી અને કપડાં અંગેની ચર્ચા કરતા હોત.

ફિલ્મ જોતી વખતે શ્રીદેવી વિશે વિચારતા હતા

મનીષ મલ્હોત્રાએ વધુમાં જણાવ્યું કે ફિલ્મ જોતી વખતે તે ઘણીવખત શ્રીદેવી વિશે વિચારતો હતો. આજે એક વર્ષ બાદ પણ એ વાત સ્વીકારવી અઘરી છે કે શ્રીદેવી આ દુનિયામાં નથી. મનીષ મલ્હોત્રાએ કહ્યું કે તેઓ હંમેશાં શ્રીદેવી વિશે વિચાર્યા કરે છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2GxLKef

No comments:

Post a Comment

Pages