ક્યારે પરત ફરશે દયાબેન?

સબ ટીવી પર પ્રસારિત થતી પોપ્યુલર કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેન એટલે કે દિશા વાકાણી પરત ફરે તેવી વાત સામે આવી હતી. થોડા સમય પહેલા શોના નરેટર શૈલેષ લોઢાએ પણ એક્ટ્રેસ સીરિયલમાં પરત ફરવાની હોવાની વાતની પુષ્ટિ કરી હતી. દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી મેટરનિટી લીવ પર છે. ફેન્સ પણ તે શોમાં પરત ફરે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે એક ઈન્ટરવ્યૂમાં દિશા વાકાણીના ભાઈ મયૂર વાકાણીએ એક્ટ્રેસના શોમા પરત ફરવા અંગેના સવાલનો જવાબ આપ્યો.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મયૂર વાકાણીએ આપ્યો જવાબ

એક ઈન્ટરવ્યૂમાં વાતચીત કરતા મયૂર વાકાણીએ કહ્યું કે, ‘હું માત્ર મારા વિશે વાત કરી શકું છું, મને એકલો છોડી દો’. મહત્વનું છે કે શોમાં ભાઈ-બહેનનો રોલ પ્લે કરતા દયાબેન અને સુંદરવીરા રિયલ લાઈફમાં પણ ભાઈ-બહેન છે. શોમાં મયૂર વાકાણીનો રોલ મહત્વના રોલમાંથી એક છે.
‘હું શો છોડવાનો નથી’

થોડા દિવસ પહેલા મયૂર વાકાણી પણ શો છોડી રહ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ તેની બહેન 30 દિવસનું અલ્ટીમેટમ આ માટે જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે આ સમાચારને ફગાવતા મયૂરે જણાવ્યું હતું કે, ‘હું શો છોડીને જવાનો નથી, આ માત્ર અફવા છે’. સાથે જ કહ્યું કે જ્યાં સુધી આ શો ચાલશે ત્યાં સુધી તે આ શોનો ભાગ રહેશે.
‘દિશાને લેવો પડશે નિર્ણય’

ચર્ચા એવી પણ હતી કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના મેકર્સે દિશા વાકાણીને શોમાં પરત ફરવા માટે 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે દિશા વાકાણીને ઘણો સપોર્ટ આપ્યો છે, હવે તેઓ પરત ફરે તેની રાહ જોવાઈ રહી છે, જો કે કોઈ કારણસર પરત નહીં ફરે તો તેમની જગ્યાએ કોઈ બીજી એક્ટ્રેસને લેવી પડશે. આ સિવાય અમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. તે માત્ર જલ્દીથી નિર્ણય લે અને અમને તે વિશે જાણ કરે’.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat https://ift.tt/2TNBvpM
No comments:
Post a Comment