Latest

Monday, April 22, 2019

બોલિવૂડમાં ડેબ્યૂ કરશે ખાન પરિવારનો વધુ એક સભ્ય! જાણો

ચેટશોમાં વ્યસ્ત અરબાઝ

અરબાઝ ખાન ફરી એકવાર ફિલ્મ ‘દબંગ 3’ દ્વારા મોટા પડદા પર કમબેક કરવા જઈ રહ્યો છે. આ સાથે જ તે પોતાનો ચેટ શો પણ હોસ્ટ કરી રહ્યો છે. જેમાં બી ટાઉનના સ્ટાર્સ મહેમાન બનીને આવે છે. તાજેતરમાં જ એવી ચર્ચા હતી કે અરબાઝ અને મલાઈકાનો દીકરો અરહાન પણ બોલિવૂડમાં રસ ધરાવે છે. જેને લઈને સવાલ થયો તો તેણે કહ્યું કે હાલ આ માટે અરહાનને રાહ જોવી પડશે.

દીકરા વિશે કહ્યું આવું

રિપોર્ટ્સ અનુસાર, અરબાઝે કહ્યું કે, ‘તેને ખબર નથી કે અરહાન બોલિવૂડમાં આવવા ઈચ્છે છે કે નહીં, જોકે, તેને લઈને રુચિ જરુર દર્શાવી છે. જોકે, રુચિ હોવી અને પેશનેટ હોવું એ બન્ને અલગ અલગ ચીજો છે.’ આ સાથે જ અરબાઝે કહ્યું કે, ‘જો અરહાન બોલિવૂડમાં આવશે તો તેને ખાનદાનના અન્ય લોકો સાથેની સરખામણી માટે તૈયાર રહેવું જોશે. આ સાથે જ લોકોની ટીકા અને પ્રતિક્રિયા પણ સહન કરવી પડશે.’

સલમાન સાથે સરખામણીથી બચવું પડશેઃ અરબાઝ

અરબાઝ ખાને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે અરહાનને વારંવાર સલમાન ખાન સાથે સરખામણી પર બચવું જોઈશે. તેને ધૈર્ય રાખીને પોતાના મગજથી વસ્તુઓ વિચારવી જોઈશે અને એ વાત બહાર કાઢવી પડશે કે તેને બધું જલદીથી મળી જશે.

હાલ અભ્યાસ પર ધ્યાન

આમ તો અરબાઝે એ પણ કહ્યું કે હાલ અરહાનને પોતાનો અભ્યાસ પૂરો કરવાનો છે. આ સાથે જ એ વાત પર પણ ભાર આપ્યો કે 17 વર્ષનો છે. આથી તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવવા માટે તે ખૂબ નાનો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2IOPwl5

No comments:

Post a Comment

Pages