Latest

Thursday, April 18, 2019

ભાજપના નેતા પર જૂતું ફેંકાયું, સાધ્વી પ્રજ્ઞા પર કરી રહ્યા હતા પ્રેસ કૉન્ફરન્સ

નવી દિલ્હી: ભાજપના પાર્ટી મુખ્યાલયમાં આજે બપોરે ચાલુ પ્રેસ કૉન્ફરન્સમાં પક્ષના નેતા જીવીએ નરસિંહા રાવ પર જૂતું ફેંકાતા હંગામો મચી ગયો હતો. રાવ સાધ્વી પ્રજ્ઞાનાં ભોપાલ બેઠક પરથી ચૂંટણી લડવા અંગે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સે તેમના પર જૂતું ફેંક્યું હતું. આ ઘટના બાદ જૂતું ફેંકનારા શખ્સને પકડી લેવામાં આવ્યો હતો.

હવે Whatsapp પર મેળવો તમામ મહત્વના ન્યૂઝ, શરુ કરવા માટે આ લિંક પર ક્લિક કરો

આ પ્રેસ કૉન્ફરન્સમાં ભાજપના અન્ય નેતાઓ પણ હાજર હતા. નરસિંહા રાવ સાધ્વી પ્રજ્ઞાના નામાંકન પર પત્રકારોને સંબોધી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. જે વ્યક્તિએ જૂતું ફેંક્યું તે કાનપુરનો રહેવાસી છે, અને તેનું નામ શક્તિ ભાર્ગવ હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે શક્તિ ભાર્ગવ વ્યવસાયે ડૉક્ટર છે. હાલ તેની પૂછપરછ કરાઈ રહી છે.

અચાનક પોતાની તરફ જૂતું ફેંકાતા ભાજપના નેતા પણ એક સમય માટે ડઘાઈ ગયા હતા, પરંતુ તેમણે તરત જ સ્થિતિ સંભાળી લેતા જાણે કંઈ થયું જ ન હોય તેમ પ્રેસ કૉન્ફરન્સ ચાલુ રહી હતી. તેમના તરફ જૂતું ચોક્કસ ફેંકાયું હતું, પરંતુ તેમાં નરસિંહા રાવને કોઈ ઈજા નથી થઈ.



from I Am Gujarat http://bit.ly/2PjDfXi

No comments:

Post a Comment

Pages