હકીકત કંઈક જુદી જ છેઃ

આજકાલ બોલિવુડમાં હરલીન સેઠી અને વિકી કૌશલના બ્રેકઅપની બારે ચર્ચા છે. એવા પણ સમાચાર હતા કે વિકી સાથેના બ્રેકઅપ પછી હરલીન ડિપ્રેશનમાં સરી પડી છે. જો કે તેમની વચ્ચે ખરેખર શું થયું તે અત્યાર સુધી કોઈ નહતું જાણતું. વાત એવી બહાર આવી હતી કે હરલીને વિકી સાથે બ્રેકઅપ કરી નાંખ્યું છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
વિકીએ કર્યું બ્રેકઅપઃ

સ્પોટબૉય.કોમના દાવા મુજબ વિકી એટલો બદલાઈ ગયો હતો કે હરલીન માટે સહન કરવું મુશ્કેલ બની ગયું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, “હરલીન નહિ, વિકીએ બ્રેકઅપ કરવાનું નક્કી કર્યું હતું. વિકીને સફળતા મળતા તે ખૂબ જ બદલાઈ ગયો હતો. તેણે રાઝીથી બધાનું ધ્યાન ખેંચ્યું, ઉરી પછી તે સફળતાના સાતમા શિખરે પહોંચી ગયો. પરંતુ સંજુએ તેને સૌથી વધુ બદલી નાંખ્યો. તે પહેલા જેવો રહ્યો જ નહતો.”
વિકીએ ટીવી પર કબૂલ્યુંઃ

સ્ટારડમ હેન્ડલ કરવું બધાના બસની વાત નથી. કદાચ વિકી પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ ન કરી શક્યો. હરલીને કયારેય વિકી સાથેની રિલેશનશીપ જાહેર નહતી કરી. પરંતુ વિકીએ કરણ જોહરને નેશનલ ટીવી પર આપેલા ઈન્ટરવ્યુમાં કબૂલ્યું હતું કે તે સિંગલ છે. હરલીન વિકીની રિલેશનશીપમાં હરલીન નહિ, વિકીએ બ્રેકઅપનો નિર્ણય લીધો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2W6s8U2
No comments:
Post a Comment