Latest

Monday, April 1, 2019

છૂટા પડી જવાના છે નિક-પ્રિયંકા? જાણો પરિણીતીએ શું કહ્યું

મેગેઝિન પર કેસ કરશેઃ

લગ્નના ચાર જ મહિનામાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ એકબીજાને ડિવોર્સ આપવા માંગે છે તેવા સમાચાર આગની જેમ ઈન્ટરનેટ પર ફેલાઈ ગયા હતા. હવે સમાચાર એવા છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આવા રિપોર્ટ્સથી ખૂબ જ નારાજ છે અને તેમણે OK! મેગેઝિન પર કેસ કરવાનું નક્કી કરી લીધું છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

પ્રિયંકાની લીગલ ટીમ કામ પર લાગશેઃ

પ્રિયંકા ચોપરાની નજીકના એક શખ્સે જણાવ્યું કે એક વખત પ્રિયંકા નેગેટિવ અફવા ફેલાવનારને ઠેકાણે પાડવાનું નક્કી કરે પછી કોઈ તેને રોકી નથી શકતું. પ્રિયંકા તેની લીગલ ટીમને આ મેગેઝિનને સાણસામાં લેવા છૂટ્ટી મૂકી દેશે. તે ટૂંક જ સમયમાં મેગેઝિનને નોટિસ મોકલશે.

અગાઉ પણ પ્રિયંકાને કરાઈ છે ટાર્ગેટઃ

પ્રિયંકાના લગ્નના દિવસે The Cut નામના એક મેગેઝિને પણ પ્રિયંકા વિરુદ્ધ આર્ટિકલ છાપ્યો હતો અને કહ્યું હતું કે પ્રિયંકાએ આ બધું પૈસા માટે કર્યું છે. ત્યાર પછી એડિટરે માફી માંગવી પડી હતી.

પરિણીતીએ કર્યો ખુલાસોઃ

પ્રિયંકાની કઝિન પરિણિતી ચોપરાએ કહ્યું કે આ સાવ વાહિયાત આર્ટિક છે. પરંતુ મને આ ચર્ચા માત્ર અમારા પરિવાર વચ્ચે જ કરવી ગમે છે, આ વાતો પબ્લિકમાં જાહેર કરવા માટે નથી. પરિણિતીએ એમ પણ કહ્યું કે હું કોઈની સાથ ઝઘડવામાં નથી માનતી. મારો ભાગ્યે જ ઝઘડો થાય છે પરંતુ જ્યારે પણ થાય ત્યારે તે ઈમોશનલ હોય છે. મારે આ ચીજોને જાહેર કરવી હોત તો હું ટ્વીટ કરી દેત. પણ આ મામલો પર્સનલ છે. પરંતુ તેમણે એ હટાવ્યું તેનો અર્થ એ કે તે ખોટા છે. આખી દુનિયા જોઈ શકે છે કે તેમનો આર્ટિકલ ખોટો છે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat https://ift.tt/2OFea8x

No comments:

Post a Comment

Pages