રાજભોગ આઈસક્રીમ

કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપતો આઈસક્રીમ ખાવો કોને ન ગમે? અલગ-અલગ પ્રકારના આઈસક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આઈસક્રીમ તો તમે ઘરે પણ બનાવતા જ હશો, તો હવે તે લિસ્ટમાં કંઈક નવું એડ કરો અને બનાવો રાજભોગ આઈસક્રીમ.
બહારથી ખરીદવાની જરૂર નથી, આ રીતે ઘરે જ બનાવો ‘દૂધનો મસાલો’ 
સામગ્રી

એક લિટર દૂધ
બે ચમચી દૂધમાં પલાળેલું કેસર
200 ગ્રામ કન્ડેસ્ડ મિલ્ક
ચાર ચમચી દૂધનો પાઉડર
અડચી ચમચી એલચી પાઉડર
અડધો કપ છીણેલો માવો
અડધો કપ ફ્રેશ ક્રિમ
4 ચમચી બદામ-પિસ્તાની કતરણ
બનાવવાની રીત

એક પેન લઈ તેમાં દૂધને ગરમ થવા મુકી દો. દૂધ એકદમ ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી તેને ગરમ થવા દો. હવે ગેસ બંધ કરી દૂધને એક બાઉલમાં લઈ તેને ઠંડુ થવા દો. દૂધ ઠંડુ થઈ જાય એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર અને કન્ડેસ્ડ મિલ્ક ઉમેરી મિક્સ કરી લો. હવે આ દૂધમાં એલચી પાઉડર અને ફ્રેશ છીણેલો માવો ઉમેરી મિક્સ કરી ફ્રિઝરમાં 6 કલાક માટે મુકી દો.
બનાવવાની રીત

6 કલાક થાય એટલે તેને ફ્રિજમાંથી બહાર કાઢી તેને થોડું બ્લેન્ડ કરી દો. હવે તેમાં ફ્રેશ ક્રીમ અને બદામ-પિસ્તાની કતરણ ઉમેરી ફરી એકવાર બ્લેન્ડ કરી લો. હવે આ મિશ્રણને 6-8 કલાક માટે ફ્રિજમાં મુકી દો. આટલા કલાક ફ્રિજમાં રહેવાથી આઈસક્રીમ સરસ રીતે જામી જશે. આઈસક્રીમ જામી જાય એટલે બાઉલમાં લઈ સર્વ કરો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2UxsGRl
No comments:
Post a Comment