Latest

Thursday, April 18, 2019

વરુણ-આલિયા પર ભડક્યા ફેન્સ, કહ્યું – માથાનો દુ:ખાવો છે ‘કલંક’

દર્શકો ‘કલંક’થી નિરાશ

સંજય દત્ત, માધુરી દીક્ષિત, આલિયા ભટ્ટ, વરુણ ધવન, સોનાક્ષી સિન્હા, આદિત્ય રૉય કપૂર અને કુણાલ ખેમૂ સ્ટારર ફિલ્મ ‘કલંક’ બુધવારે દેશભરમાં રિલીઝ થઈ ગઈ છે. ‘કલંક’નું ટ્રેલર જોયા બાદ લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતા. આ જ કારણ છે કે, ફિલ્મની રિલીઝ બાદ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા થઈ રહી છે અને લાગે છે કે, આલિયા-વરુણની આ ફિલ્મ લોકોની અપેક્ષાઓની પાર ઉતરી શકી નથી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘આ કલંક નહીં માથાનો દુ:ખાવો છે’

ફિલ્મ જોયા બાદ સોશિયલ મીડિયા પર લોકો પોતાની નિરાશા દેખાડી રહ્યાં છે. બીજી તરફ કેટલાક લોકો એવા પણ છે જેમને ફિલ્મની વાર્તા ખૂબ ગમી છે. સોશિયલ મીડિયા પર એક યૂઝરે ફિલ્મની વાર્તા વિશે વાત કરતા લખ્યું કે, ‘આ કલંક નહીં, સર દર્દ છે. આ આલિયા અને વરુણની સૌથી બકવાસ ફિલ્મોમાંની એક છે.’ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘મને એ સમજાતું નથી કે, આવી ફિલ્મ માટે વરુણ ધવને હા કેમ પાડી.’ લોકોને આ ફિલ્મથી એટલી નિરાશા થઈ કે, એક યૂઝરે લખ્યું, ‘આ મલ્ટીસ્ટારર સાચેમાં એક કલંક છે. પોતાના રૂપિયા બચાવો, આ ફિલ્મ જોવાનો પ્રયત્ન પણ ન કરતા.’

‘ફિલ્મની સ્ટોરી, ડાયલૉગ્સ દમ વગરના, સેટ પણ નકલી’

ફિલ્મ અંગે કેટલાક લોકો સાથે વાત કરી, જેમાંથી એક મહિલા દર્શકે કહ્યું, ‘થોડા પૈસા વાર્તા અને ડાયલૉગ લખનારાઓ પર ખર્ચ્યા હોત તો સારું રહેત, ફિલ્મનો સેટ પણ નકલી લાગી રહ્યો હતો.’ ફિલ્મ જોઈને બહાર નીકળી રહેલા એક દર્શકે ગુસ્સામાં કહ્યું કે, ‘કરણ જોહર તો પાગલ થઈ ગયો છે, તેને લાગે છે કે, તે કંઈપણ બનાવશે અને લોકોને સારું લાગશે? જે માણસ ત્રણ કલાક બેસી શકે તે જ આ ફિલ્મ જોવા જાય. કોઈ સેન્સ જ નથી ફિલ્મમાં. ‘બાહુબલી’ બનાવવાનો પ્રયત્ન કર્યો છે, કંઈ જ દમ નથી ફિલ્મમાં. માધુરીથી સારી આલિયા ભટ્ટ છે. હું જ નહીં તમામ પબ્લિક પરેશાન થઈ ગઈ.’

જુઓ અન્ય દર્શકોના રિએક્શન

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – I Am Gujarat http://bit.ly/2XqgLXj

No comments:

Post a Comment

Pages