PMએ કર્યો ટ્વીંકલનો ઉલ્લેખઃ

ટ્વીંકલ ખન્ના આજકાલ ચર્ચામાં છે. અક્ષય કુમારે વડાપ્રધાન મોદીનો ઈન્ટરવ્યુ લીધો તેમાં વડાપ્રધાને ટ્વીંકલનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે તે તેના ટ્વીટ્સ વાંચે છે અને ટ્વીટર પર તે તેમની સામે ગુસ્સો ઠાલવે છે તે હકીકતથી પણ તે વાકેફ છે.
ટ્વીંકલ વિષે કહ્યું આવુંઃ

હવે આવામાં ટ્વીંકલ ખન્નાએ શુક્રવારે એક એવી પાર્ટી વિષે જણાવ્યું જેનો હિસ્સો તે ઈલેક્શનની સીઝનમાં બનવા માંગે છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ ટ્વીંકલ વિષે કહ્યું હતું, “તમારી પત્ની મારાથી નારાજ જરૂર થઈ જતી હશે પણ એ સારી વાત છે. તે મારા પર ગુસ્સો ઉતારે છે તો તમારા પરિવારમાં શાંતિ રહેતી હશે.”
ટ્વીંકલે કર્યો ખુલાસોઃ

ટ્વીંકલે આ કોમેન્ટને પોઝિટિવલી લઈને ટ્વીટ કર્યું હતું, “હું આ આખા મામલાને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઉં છું. મને ખુશી છે કે વડાપ્રધાનને ન માત્ર મારી મોજૂદગીનો અહેસાસ છે પણ એ મારા લેખ પણ વાંચે છે.”
આ પાર્ટીનો હિસ્સો બનવા માંગે છેઃ
Nothing more-Nothing less – A response does not translate into an endorsement. The only party I am likely to be a part of at this point would involve liberal amounts of vodka shots and a hangover the next day
#PartyingShot pic.twitter.com/Y14Ovvjymh
— Twinkle Khanna (@mrsfunnybones) April 26, 2019
આ ટ્વીટ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા હતી કે ટ્વીંકલ ચૂંટણીમાં ભાજપને ટેકો આપશે. પરંતુ ટ્વીંકલે શુક્રવારે એક ટ્વીટ કરીને સાફ કહી દીધું કે, “એક જવાબનો મતલબ કોઈ પાર્ટીને સમર્થન આપવું એમ નથી. અહીં માત્ર એક જ એવી પાર્ટી છે જેનો હિસ્સો હું બનવાનું પસંદ કરીશ- જ્યાં સારી એવી માત્રામાં વોડકા શોટ્સ હોય અને બીજા દિવસે હેંગ ઓવર હોય.”
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2DEwQRH
No comments:
Post a Comment