Latest

Tuesday, April 9, 2019

તો આ મહિલા ક્રિકેટરને મળવા ઈચ્છતો હતો વિરાટ!

મહિલા ક્રિકેટરે શૅર કર્યો વિરાટનો કિસ્સો

ટીમ ઈન્ડિયાના કેપ્ટ વિરાટ કોહલી ક્રિકેટની દુનિયામાં સૌથી ચર્ચિત નામ છે. 5 વર્ષ પહેલા પણ વિરાટ ક્રિકેટના મેદાન પર પોતાની પ્રતિભાથી દુનિયાને ખૂબ જ પ્રભાવિત કરી રહ્યો હતો. જોકે, તમે વિચારી રહ્યાં હશો કે અચાનક અમે વિરાટની વાતમાં પાંચ વર્ષ પહેલાનો ઉલ્લેખ શા માટે કરી રહ્યાં છીએ. જોકે, આ વાત તો વિરાટ કોહલી પોતે અથવા તો સરા ટેલર અને કેટ ક્રેસ જ જણાવી શકશે. કેટ ક્રોસ ઈંગ્લેન્ડની મહિલા ટીમની ક્રિકેટર છે. જે વિરાટ કોહલી સાથે જોડાયેલો પાંચ વર્ષનો કોઈ કિસ્સો ફરી સપાટી પર લાવી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કેટ ક્રેસે શૅર કરી તસવીર

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમની મીડિયમ ફાસ્ટ બોલર કેટ ક્રોસે વિરાટ કોહલીની ઈંગ્લિશ વિમેન ક્રિકેટર્સ સાથેની એક જૂની તસવીર સોશ્યિલ મીડિયા પર શૅર કરી છે. આ તસવીરમાં કેટે જે કેપ્શન આપ્યું છે તે મજેદાર છે. કેટે આ તસવીરને ટ્વિટ કરતા લખ્યું છે કે,’પાંચ વર્ષ પહેલા વિરાટ કોહલી જ્યારે તને મળવા ઈચ્છતો હતો સરા ટેલર’ કેટે આ કેપ્શનમાં વિરાટ કોહીલ અને સરા ટેલર બન્નેને ટેગ કરી છે. સરા ટેલરે પણ થોડા સમય પછી આ ટ્વિટ પર પોતાનો રિપ્લે આપ્યો હતો.

સરાએ આપ્યો જવાબ

સરાએ તે ક્ષણ યાદ કરતા આ ટ્વિટના જવાબમાં લખ્યું કે,’મારી જિંદગીમાં અત્યાર સુધીનો સૌથી અનોખો વેકઅપ કોલ હતો તે. સવારે પાંચ વાગ્યે બ્રેકફસ્ટ કોલ. જે પછી સરાએ જોરદાર હસતી ઈમોજી પણ બનાવી છે. સરાએ પાંચ એએમ બ્રેકફસ્ટને હેશટેગ પણ આપ્યું છે. જોકે, વિરાટ કોહલીએ આ ટ્વીટ પર કોઈ જ પ્રતિક્રિયા આપી નથી.’



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2KhS51h

No comments:

Post a Comment

Pages