Latest

Sunday, April 21, 2019

વધેલા વજનને લીધે ટ્રોલ કરતા લોકોને ફરદીન ખાને આપ્યો આવો જવાબ

વધેલા વજનને કારણે ટ્રોલ થતો રહે છે ફરદીન

બોલિવૂડ એક્ટર ફરદીન ખાન ફરી એકવાર તેના વધતા વજનને કારણે ટ્રોલર્સના નિશાને આવી ગયો છે અને તેની આવી તસવીરો અવાર-નવાર ઈન્ટરનેટ પર વાયરલ થતી હોય છે. હવે તેણે ખૂબ જ શાંત રીતે તેના બધા હેટર્સને જવાબ આપ્યો છે. ચલો ફરદીનની આવી જ કેટલીક તસવીરો પર નજર કરીએ…

હેટર્સને આપ્યો આવો જવાબ

ફરદીન ખાન તેના મેજર ટ્રાન્ફોર્મેશનને કારણે ટ્રોલ થતો રહે છે અને હવે તેણે પોતાના હેટર્સને જવાબ આપ્યો છે. તેની એક તસવીર 2016માં વાયરલ થઈ હતી જેમાં તેને ‘ઓવર સાઈઝ્ડ’ કહેવામાં આવ્યો હતો. એક ઈવેન્ટ દરમિયાન ફરદીને કહ્યું કે, ‘મારી ખૂબ ખરાબ રીતે ટિકા કરવામાં આવી. મને લાગે છે કે. ખરાબ બાબતમાંથી બહાર આવવું જોઈએ. હું આ બધાની બહુ પરવા કરતો નથી. હું તે જ છું જે હું છું અને હું મારી જાતને અરીસામાં જોઈ શકું છું. હું ડિઝર્વ કરતો હતો તે કર્યું અને જે નહોતો કરતો તે ન મળ્યું. હું આ બધું હસી કાઢું છું. હું આજકાલ મારા વિશે વધારે વાંચતો નથી.’

9 વર્ષથી ફિલ્મોથી દૂર

ફરદીન છેલ્લા ઘણા સમયથી લાઈમલાઈટથી દૂર છે. તેણે 1998માં ફિલ્મ ‘પ્રેમ અગન’થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘જાનશીન’, ‘લવ કે લિયે કુછ ભી કરેગા’, ‘પ્યાર તૂને ક્યા કિયા’, ‘નો એન્ટ્રી’, ‘હેય બેબી’ અને ‘ડાર્લિંગ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે 2010માં ‘દુલ્હા મિલ ગયા’માં જોવા મળ્યો હતો.

હવે ડિરેક્શન-પ્રોડક્શનમાં અજમાવા માગે છે નસીબ

પોતાના કમબેક વિશે વાત કરતા ફરદીન કહે છે કે, ‘હા, હું એક્ટિંગ કરવા માગું છું પણ આ સિવાય હું ડિરેક્શન અને પ્રોડક્શન પણ કરવા માગું છું. અમે તેના પર પ્લાનિંગ કરી રહ્યાં છીએ, અને હું તેના વિશે ટૂંક સમયમાં ફોર્મલ એનાઉન્સમેન્ટ કરીશ.’

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Plnor6

No comments:

Post a Comment

Pages