ઘરમાં બૉસ છે ટ્વીંકલઃ

બોલિવુડના સ્ટાર અક્ષય કુમારને આખી દુનિયા ભલે ખિલાડી કુમારના નામે ઓળખતી હોય પરંતુ ઘરમાં તે જોરુનો ગુલામ છે. અક્ષય પોતાના હુનરથી મોટા મોટા સ્ટન્ટ ચપટી વગાડતા પરફોર્મ કરે છે પરંતુ પત્ની આગળ તેનું કંઈ ઉપજતું નથી. તેના ઘરે માત્ર ટ્વીંકલ ખન્નાનું જ રાજ ચાલે છે. અક્ષય કુમાર અનેક વાર કહી ચૂક્યો છે કે ઘરની બૉસ ટ્વીંકલ ખન્ના જ છે. પરંતુ શું તમે જાણો છો કે ટ્વીંકલ નારાજ થાય તો અક્ષય કોની મદદ લે છે.
સાળો બચાવે છેઃ

અક્ષય કુમારને ટ્વીંકલના ગુસ્સાથી બચાવવાનુ કામ કરે છે તેનો સાળો કરણ કપાડિયા. આ વાતનો ખુલાસો કરણે કર્યો હતો. તેણે અક્ષય અને ટ્વીંકલ સાથે પોતાનું બોન્ડિંગ શેર કરતા કહ્યું કે લગ્ન પહેલા અક્ષય અને ટ્વીંકલ એકબીજાને ડેટ કરતા હતા. ત્યારે તે મારા ઘરે આવ્યા તો મને વિશ્વાસ જ ન થયો કે અક્ષય કુમાર મારા ઘરે આવ્યો છે. બંનેના લગ્ન થયા ત્યારે હું ફક્ત 9 વર્ષનો હતો.
ટ્વીંકલ ગુસ્સે થતી ત્યારે…

કરણે વધુમાં જણાવ્યું કે અક્ષય જ્યારે પણ તેને મળવા આવે ત્યારે તેની સાથે ખૂબ મસ્તી કરતો અને રમતો. આથી ટ્વીંકલ તેના પર ગુસ્સે થઈ જતી અને તે અક્ષયને ટ્વીંકલના ગુસ્સાથી બચાવવાનો પ્રયત્ન કરતો. ઉલ્લેખનીય છે કે કરણ કપાડિયા ટૂંક જ સમયમાં બ્લેન્ક ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યુ કરશે. તે ડિમ્પલ કપાડિયાની બહેન સિમ્પલનો દિકરો છે અને સિમ્પલના મૃત્યુ પછી ટ્વીંકલના પરિવાર સાથે રહે છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ULGlt3
No comments:
Post a Comment