Latest

Sunday, April 21, 2019

સોશિયલ મીડિયા પર ટ્વિન્કલ ખન્નાએ કંઈક આ રીતે ઉડાવી અરવિંદ કેજરીવાલની મજાક

ટ્વિન્કલનું ટ્વિટ ચર્ચામાં

ટ્વિન્કલ ખન્ના લેખન સિવાય ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરી રહી છે. આ સિવાય સોશિયલ મીડિયા પર પોતાની મજેદાર કમેન્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. રાજકારણ વિષે પોતાનો મત ટ્વિન્કલ બેબાક થઈને રજૂ કરે છે. હવે ફરી એકવાર ટ્વિંકલે એવું ટ્વિટ કર્યું કે તે વાયરલ થઈ રહ્યું છે.

અરવિંદ કેજરીવાલના ફેન હો પણ મંકી કેપ ન હોય તો…

ટ્વિન્કલ ખન્નાએ એક તસવીર શેર કરી છે. તસવીર ટ્વિન્કલ-અક્ષયની દીકરી નિતારાની હોય તેવું લાગે છે. જો કે, તેનો ચહેરો સ્પષ્ટ નથી દેખાતો. તેણે માથા પર અંડરવિયર પહેર્યો છે. એટલે ટ્વિન્કલે તેને કેજરીવાલની ફેન ગણાવી. ટ્વિન્કલ ખન્નાએ કેપ્શનમાં લખ્યું, “તમે કેજરીવાલના સપોર્ટર હો પરંતુ તમારી પાસે મંકી કેપ ના હોય ત્યારે…હું સોગંધ ખાઈને કહું છું કે મેં આવું કરવાનું નથી કીધું.” આ તસવીર જોઈને કેટલાક યૂઝર્સે કહ્યું કે, અંડરવિયર એ બ્રાંડનો નથી જેનો પ્રચાર અક્ષય કુમાર કરે છે.

થોડા સમય પહેલા કર્યું હતું આવું ટ્વિટ

થોડા સમય પહેલા જ ટ્વિન્કલે એક અજીબોગરીબ ઈચ્છા ફેન્સ સાથે શેર કરી. બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શેર કરતાં ટ્વિન્કલે લખ્યું કે, “આશા છે કે મારી આ નવી તસવીર તમને પસંદ આવશે. આ ખૂબ દુર્લભ છે અને મારી આત્મા જે કહેવા માગે છે તે ફોટોગ્રાફરે કેપ્ચર કરી છે. મને આશા છે કે હું મરીશ ત્યારે આ તસવીરને એક મોટી ફ્રેમમાં સજાવવામાં આવશે. તેની ચારેબાજુ લોકો ફૂલોની માળા પહેરાવશે અને મારી પ્રાર્થનાસભામાં આવશે.”



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2IJ89qE

No comments:

Post a Comment

Pages