Latest

Wednesday, April 24, 2019

‘તારક મહેતા…’માં દયાબેનના રોલ માટે પ્રોડ્યૂસરે આ એક્ટ્રેસને કરી અપ્રોચ ?

‘તારક મહેતા…’ને મળી ગયા નવા દયાબેન ?

પોપ્યુલર કોમેડી ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દિશા વાકાણી પરત ન ફરતાં હવે શોના મેકર્સ નવા દયાબેનની શોધ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા મેકર્સે કન્ફર્મ કર્યું હતું કે હવે તેઓ દિશા વાકાણીની રાહ નહીં જુએ. દિશા વાકાણી સપ્ટેમ્બર, 2017થી મેટરનિટી લીવ પર છે. ત્યારે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને એક્સક્લૂસિવ માહિતી મળી છે કે મેકર્સે દયાબેનના રોલ માટે ‘પાપડ પોળ’ ફેમ એક્ટ્રેસ અમી ત્રિવેદીને અપ્રોચ કરી છે.

આ એક્ટ્રેસને કરાઈ ઓફર

જો કે આ અંગે અમી ત્રિવેદી સાથે સંપર્ક કરતાં તેણે દયાબેનનો રોલ ઓફર થયો હોવાની વાતને અફવા ગણાવી હતી. અમીએ કહ્યું કે, ‘મને આ રોલ માટે અપ્રોચ કરાઈ નથી, પરંતુ મારા મિત્રોનું કહેવું છે કે મારે આ રોલ કરવો જોઈએ, આ રોલ હું સારી રીતે કરી શકીશ. મને રોલની ઓફર થઈ નથી કે મેકર્સે પણ આ માટે મારો સંપર્ક કર્યો નથી’.

‘દયાબેનનો રોલ મોટી જવાબદારી છે’

મેકર્સ શો તેમને આ રોલ ઓફર કરે તો તેઓ દયાબેનનો રોલ કરશે? જેના જવાબમાં અમીએ કહ્યું કે, ‘આ એક મોટી જવાબદારી છે. કોઈ પણ એક્ટ્રેસ માટે દિશા વાકાણીનો રોલ કરવો અઘરો થશે. પરંતુ મને વિશ્વાસ છે કે જે પણ એક્ટ્રેસ દિશાને રિપ્લેસ કરશે તેણે શરૂઆતમાં લોકો તરફથી નિંદા સાંભળવી પડશે, કારણ કે દિશા દસ વર્ષથી આ શો સાથે જોડાયેલી છે. લોકો તેને પ્રેમ કરે છે. જ્યાં સુધી મને શો માટે અપ્રોચ નહીં કરાય ત્યાં સુધી હું તેના વિશે ન બોલી શકું’.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘દિશાની રાહ નહીં જોવાય’

થોડા દિવસ પહેલા શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કન્ફર્મ કર્યું હતું કે તેઓ નવા દયાબેનની શોધ કરી રહ્યા છે. અસિત મોદીએ કહ્યું હતું કે, ‘મારે દયાબેનની શોધ શરૂ કરવી પડશે. કોઈ પણ કલાકાર શો કરતા મોટો હોતો નથી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નવા ચહેરા સાથે શોમાં આગળ વધશે કારણ કે દયાબેન વગર શોનો પરિવાર અધૂરો છે. અમે દિશાને રજાઓ આપી, પરંતુ અમે હંમેશા માટે તેની રાહ જોઈ શકીએ નહીં’.



from Page Array – I Am Gujarat http://bit.ly/2IDv2MX

No comments:

Post a Comment

Pages