હિંમતનગરમાં છે પીએમની સભા

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં અચાનક વાતાવરણ બદલાતા ઠેરઠેર ભારે પવન સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે. તેવામાં હિંમતનગરમાં પણ ભારે પવન સાથે વરસાદ થતાં પીએમ મોદીના સભા સ્થળ પર બાંધવામાં આવેલા મંડપને ભારે નુક્સાન થયું છે. ભારે પવનને કારણે મંડપ ઉડી ગયો હતો, અને અહીં લવાયેલી ખુરશીઓને પણ નુક્સાન થયું હતું.
17મીએ પીએમની ત્રણ સભાઓ

પીએમ મોદી 17મી એપ્રિલે ગુજરાતમાં ત્રણ જાહેર સભા સંબોધવાના છે. જેમાં બપોરે અઢી વાગ્યે સૌ પહેલી સભા તેઓ હિંમતનગરમાં કરવાના છે. ત્યારબાદ પીએમ સુરેન્દ્રનગર જશે, અને ત્યાં સાડા ચાર વાગ્યે તેઓ જાહેર સભા સંબોધશે. પીએમ ત્રીજી સભા આણંદમાં કરવાના છે. હાલના કાર્યક્રમ અનુસાર તેઓ સાંજે સાડા છ વાગ્યે આણંદના શાસ્ત્રી મેદાનમાં સભા સંબોધશે.
ગુજરાતમાં શનિવાર સુધી રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 23મી એપ્રિલના રોજ વોટિંગ થવાનું છે. હવે ચૂંટણી પ્રચારના થોડા જ દિવસો બાકી રહ્યા છે, અને પીએમ મોદીના ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચારનો કાર્યક્રમ તૈયાર કરી દેવાયો છે. જોકે, ગુજરાતમાં શનિવાર સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા વચ્ચે ચૂંટણી પ્રચારમાં બાધા ઉભી થાય તેવી શક્યતા છે. હિંમતનગરમાં ભારે વરસાદ અને પવનથી સભા મંડપને ભારે નુક્સાન થયા બાદ અહીં સભા થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.
દાહોદના ભાજપના ઉમેદવારને પણ વરસાદ નડ્યો

અરવલ્લી ઉપરાંત આજે દાહોદના વટબારા ગામે ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના સભા મંડપને વરસાદ અને પવનના કારણે નુક્સાન થતાં કાર્યક્રમને પડતો મૂકવામાં આવ્યો હતો.
from Page Array – I Am Gujarat http://bit.ly/2V6DTfK
No comments:
Post a Comment