Latest

Tuesday, April 16, 2019

બનાસકાંઠામાં કરા સાથે વરસાદ, રાજ્યભરમાં માવઠાની અસર

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં માવઠાની અસર જોવા મળી રહી છે. ત્યારે બનાસકાંઠામાં ભારે વરસાદ સાથે કરા પડ્યા છે. ઉનાળામાં આવેલા વરસાદને કારણે ખેડૂતોની ચિંતમાં વધારો થયો છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. મંગળવારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યા હતા. સાંજ પડતા જ રાજ્યમાં અનેક વિસ્તારમાં વિજળીના કડાકા સાથે ભારે વરસાદ પડ્યો. જેમાં અમદાવાદથી લઈને જામનગર, મોરબી, માળીયા મિયાણા, જુનાગઢ, રાજકોટ, દાહોદ, ગોધરા, બનાસકાંઠા, ધાનેરા, ડીસાનો સમાવેશ થાય છે.

 ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે કરાનો વરસાદ થયો હતો. જેના કારણે રોડ પર સફેદ ચાદર ફેલાઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યભરમાં પડેલા વરસાદને કારણે શહેરી વિસ્તારના લોકોને ગરમીમાંથી રાહત થઈ છે પરંતુ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદને કારણે પાકને નુકસાન થવાની સંભાવના રહેલી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2KI3Myw

No comments:

Post a Comment

Pages