ભુજ પર બનતી ફિલ્મમાં આ હશે અજયની એક્ટ્રેસ
સાઉથ એક્ટર પ્રનીતા સુભાષ હવે અજય દેવગણની આગામી ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ફિલ્મનો ભાગ હશે. પ્રનીતાએ ઘણી સફળ તેલુગૂ ફિલ્મોમાં કામ કર્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ફિલ્મમાં હશે અન્ય દિગ્ગજ સ્ટાર્સ

જણાવી દઈએ કે પ્રનીતા હાલમાં જ આયુષ્માન ખુરાના સામે એક મ્યુઝિક વીડિયો ‘ચન કિત્થાં’માં જોવા મળી હતી. ‘ભુજ’માં પ્રનીતા અને અજય દેવગણ ઉપરાંત સંજય દત્ત, સોનાક્ષી સિન્હા, રાણા દગ્ગુબત્તી, પરિણીતિ ચોપરા જેવા મોટા સ્ટાર્સ જોવા મળશે.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

વર્ષ 2020માં 14મી ઓગસ્ટે રિલીઝ થનારી ડિરેક્ટર અભિષેક દુધૈયાની આ ફિલ્મમાં અજય આઈએએફ વિંગ કમાન્ડર વિજય કાર્ણિકના પાત્રમાં જોવા મળશે જે 1971ના ભારત-પાક યુદ્ધ સમયે ભુજ એરપોર્ટના ઈન્ચાર્જ હતા. કાર્ણિક અને તેમની ટીમની મહિલાઓની મદદથી ભુજમાં નષ્ટ થયેલી એરસ્ટ્રિપ ફરીથી બનાવાઈ હતી. તેને ભારતની ‘પર્લ હાર્બર મોમેન્ટ’ કહેવામાં આવે છે. આ એરસ્ટ્રિપને પાકિસ્તાને બોમ્બ ફેંકીને નષ્ટ કરી નાખી હતી.
ભુજની મહિલાઓના સાહસ અને શૌર્ય પર આધારિત ફિલ્મ

કાર્ણિકે નિકટમાં સ્થિત ગામની 300 મહિલાઓને કામ કરવા માટે રાજી કરી હતી અને તે મહિલાઓએ ફરીથી એરસ્ટ્રિપ બનાવી દીધી, જેનાથી ભારતીય આર્મીના ઓફિસર્સ સુરક્ષિત લેન્ડ કરી શકે. કાર્ણિકે બે અન્ય ઓફિસર્સ, 50 એરફોર્સ સૈનિક અને 60 ડિફેન્સ સિક્યોરિટી કોર્પ્સ સાથે આ કામ કર્યું હતું.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UFGInZ
No comments:
Post a Comment