Latest

Monday, April 15, 2019

ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા છોડી નોકરી અને કર્યું એવું કે થઈ ગયો વર્લ્ડ ફેમસ

આને કહેવાય અનહદ પ્રેમ

પોતાના પ્રેમને પ્રપોઝ કરવા માટે લોકો આજકાલ શું શું નથી કરતા. ગુલાબથી લઈને ચોકલેટ અને લવ લેટરથી લઈને મોંઘી રિંગ આપવાનું તો આજે જૂની સ્ટાઇલ કહેવાય. જાપાનના એક વ્યક્તિએ પોતાના પ્રેમને પ્રપોઝ કરવા માટે એવો ટેક્નોસેવી ઉપાય શોધ્યો કે તેનું નામ ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાઈ ગયું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ગર્લફ્રેન્ડ માટે બધુ છોડીને આવું કરવા લાગ્યો અને…

ઘટના કઈંક એવી છે કે વર્ષ 2008માં ટોક્યોમાં રહેતા Yasushi ‘Yassan’ Takahashi એક અલગ જ અંદાજમાં પોતાના ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાનું નક્કી કર્યું. અહેવાલ મુજબ ત્યારથી તેઓ GPS આર્ટ ક્રિએટ કરે છે. બસ આમ કરતા કરતા જ ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવાની તેમની રીતથી તેમના નામે સૌથી લાંબા GPS ડ્રોઇંગનો એક વર્લ્ડ રેકોર્ડ બની ગયો. તમને જણાવી દઈએ કે આ કામ માટે તેમણે પોતાની જોબ પણ છોડી દીધી હતી.

મહેનત લેખે લાગી ગર્લફ્રેન્ડે હા પણ પાડી અને વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો

યાસૂશીએ ગૂગલ અર્થ પર ‘Marry Me’ ડ્રોઇંગ કરવા સાથે એક દિલ પણ દોર્યું હતું. તે માટે તેમણે આખું જાપાન ફર્યું આ કામમાં તેને લગભગ છ મહિના જેટલો સમય લાગ્યો. જો કે તેમની આ મહેનત રંગ પણ લાવી અને ગર્લફ્રેન્ડે તેમની આ પ્રપોઝલ સ્વીકાર કરી. તેમની આ પ્રપોઝ કરવાની અનોખી રીત ગૂગલની નજરે પણ પડી અને ગૂગલે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ અંગે ટ્વિટ પણ કર્યું. તેનો વીડિયો જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UnxsAU

No comments:

Post a Comment

Pages