Latest

Monday, April 8, 2019

વરુણ ધવને શેર કર્યો કલંકના સેટનો મેકિંગ વિડીયો, કહી આ વાત

આવો મસ્ત છે ફિલ્મનો સેટ

વરુણ ધવન અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર અને ટીઝરમાં તેના સેટ જોઈને દર્શકો ખૂબ જ ખુશ છે. તાજેતરમાં જ ફિલ્મ સાથે જોડાયેલો એક બીયીએસ વિડીયો સામે આવ્યો છે જેમાં ફિલ્મ મેકિંગની સાથોસાથે સેટ મેકિંગ પણ દેખાડવામાં આવ્યું છે. ફિલ્મમેકિંગ જ નહીં પણ સેટ મેકિંગ જોઈને પણ આંખ ચાર થઈ જશે. આ સેટ પર એક સાથે 1000 લોકો દિવસ-રાત કામ કરી રહ્યા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આટલા લોકોએ તૈયાર કર્યો સેટ

આ ફિલ્મ માટે એક આખી ટાઉન કહી શકાય એવો મોટો સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં 150 જેટલા લાઈટમેન કામ કરી રહ્યા હતા. સાથે 300 લોકોને પછીથી હાયર કરવામાં આવ્યા હતા. આ સિવાય 500 જેટલા ડાન્સરોએ રિલ પર એક રિયલ લુક્સ આપ્યા છે. આ ફિલ્મ તા. 17 એપ્રિલના રોજ રિલીઝ થઈ રહી છે. આ એક ફેમિલીડ્રામા ફિલ્મ છે. જે 1940ની એક સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મમાં વરુણ અને આલિયા ભટ્ટ સિવાય સંજય દત્ત, માધુરી દીક્ષિત, આદિત્યા રોય કપૂર અને સોનાક્ષી સિન્હા લીડ રોલમાં છે.

હીરામંડી સેટ

આ વિડીયોમાં દર્શાવાયું છે કે, કેવી રીતે એક હીરામંડી સેટ તૈયાર કરવામાં આવ્યો છે. જાણે કોઈ આખી ટાઉનશીપ તૈયાર કરી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આશરે 700 કલાકારોએ ત્રણ મહિનાની મહેનત બાદ આ સમગ્ર સેટ તૈયાર કર્યો છે. સૌ પ્રથમ આ સેટનો એક શીટ લેઆઉટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના પરથી મુખ્ય સેટ તૈયાર કરવામાં આવ્યો છે. સમગ્ર સેટ તૈયાર થયા બાદ ફિલ્મનું શુટિંગ કરવામાં આવ્યુ હતું.

વિડીયોમાં શું કહે છે વરુણ?

આ વિડીયો વરુણ પોતાની એન્ટ્રીથી લઈને ફિલ્મમાં પોતાના ઘર સુધીના લોકેશનની સ્પષ્ટતા કરે છે. સેટ પરથી એવું લાગતું નથી કે, આ ખરેખર તૈયાર કરેલી કોઈ પ્રોપર્ટી હોય. જોણે કોઈ વિશાળ મહેલ હોય એવું લાગી રહ્યું છે. આ સેટ ખૂબ વિશાળ છે જેમાં એક સાઈટ પરથી બીજ સાઈટના સર્વે માટે એક પ્લોટ તથા પેઈન્ટિગનો સહારો લવામાં આવ્યો હતો. આ સાથે વિડીયોમાં જુદા જુદા કલાકારો તથા ગીતકારોની પ્રતિક્રિયા પણ રેકોર્ડ કરવામાં આવી છે.

 

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WZwJrl

No comments:

Post a Comment

Pages