વધુ એક બોલિવૂડ એક્ટ્રેસે વોટર્સને કર્યા સાવધાન

લોકસભા ચૂંટણીને હવે થોડા દિવસો બાકી રહ્યા છે, જેના લીધે રાજકીય પક્ષોમાં હલચલ વધી ગઈ છે. તો ફિલ્મ સ્ટાર્સ પણ આ મુદ્દે ખુલીને પોતાના મનની વાત શેર કરી રહ્યા છે. હાલમાં જ બોલિવૂડના કેટલાક મોટા સ્ટાર્સે સત્તાપક્ષ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી તો હવે એક્ટ્રેસ રેણુકા શાહણેએ પણ વોટર્સને સાવધાન કરવા માટે એક પોસ્ટ કરી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આવા લોકોથી સાવધાન રહેવા જણાવ્યું
चुनावों के मौसम में विविध राष्ट्रीय दलों के उम्मीदवार अचानक "आम" आदमी जैसा बस, ट्रेन या मेट्रो का सफर करेंगे, ग़रीबों के घरों में भोजन करेंगे, किसानों के साथ खेती करेंगे वगैरह वगैरह। हम नागरिकों को चाहिये उनके पिछले ५ वर्ष का बर्ताव व काम देखें।अपना हर मत क़ीमती है, सतर्क रहें
— Renuka Shahane (@renukash) April 7, 2019
રેણુકા શાહણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વીટર પર એક ટ્વીટ કરતા લખ્યું કે, ચૂંટણીના સિઝનમાં એવા લોકોથી સાવધાન રહો જે તમારી સાથે કામ કરે છે અને ગરીબોના ઘરે જમતા જોવા મળશે. રેણુકાએ ટ્વીટ કરતા લખ્યું કે, ચૂંટણીમાં વિવિધ રાજકીય દળોના ઉમેદવારો અચાનક સામાન્ય માણસની જેમ બસ, ટ્રેન અથવા મેટ્રોમાં મુસાફરી કરશે, ગરીબોના ઘરે ભોજન કરશે, ખેડૂતો સાથે ખેતી કરશે વગેરે વગેર. આપણે નાગરિકોએ તેમનું પાંચ વર્ષનું વર્તન અને કામ જોવું જોઈએ. તમારો દરેક મત કિંમતી છે, સાવધાન રહો.
આ પહેલા ઘણા સેલેબ્સ આવ્યા હતા ભાજપ વિરુદ્ધ

રેણુકાના આ ટ્વીટ પર ઘણા લોકોએ તેનું સમર્થન કર્યું તો કેટલાક લોકોએ તેને ઘેરતા તેની વિરુદ્ધ કમેન્ટ કરી. જણાવી દઈએ કે હાલમાં જ એક્ટર નસીરુદ્દીન શાહસ કોંકણા સેન, અનુરાગ કશ્યપ અને અમોલ પાલેકર સહિતના 600 જાણીતા સેલેબ્સે પત્ર લખીને લોકોને બીજેપી વિરુદ્ધ વોટ કરવાની અપીલ કરી હતી. આ પત્રમાં લખાયું હતું કે વોટ નાખીને બીજેપી અને તેમના સહયોગીઓને સત્તાથી બહાર કરો.
અનુપમ ખેરે પ્રગટ કર્યો વાંધો

આ એક્ટર્સ દ્વારા એવી અપીલ કરાયા બાદ એક્ટર અનુપમ ખેરે એક વીડિયો પોસ્ટ કરીને અપીલ વિરુદ્ધ વાંધો પ્રગટ કર્યો હતો. તેણે પોસ્ટ કરીને લખ્યું કે મારા સમુદાયના કેટલાક લોકોએ સંવેધાનિક રીતે ચૂંટાયેલી સરકારને આગામી ચૂંટણીમાં વોટ ન આપવાની અપીલ કરી છે. બીજા શબ્દોમાં કહીએ તો આ લોકો વિપક્ષના સપોર્ટમાં કેમ્પેઈન કરી રહ્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2I51Fmy

No comments:
Post a Comment