Latest

Sunday, April 7, 2019

પાકને સતાવી રહ્યો છે ડર, ભારત થોડા દિવસોમાં ફરી હુમલો કરશે

કરાચી: એર સ્ટ્રાઈકથી ડરી ગયેલું પાકિસ્તાન હજુ પણ તેના ભયમાંથી બહાર નથી આવ્યું. તેને ખૂબ જ વિશ્વાસપાત્ર ગુપ્ત જાણકારીના આધાર પર દાવો કર્યો છે કે, ભારત આ મહિને વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ રવિવારે આ વાત કરી. હકીકતમાં, પુલવામામાં આતંકવાદી હુલા બાદ ભારતે પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર જવાબી કાર્યવાહી કરી હતી, તે પછીથી બંને પરમાણુ સંપન્ન દેશો વચ્ચે ટેન્શન છે. કુરેશીએ દાવો કર્યો છે કે, ભારત તરફથી આ હુમલો 16થી 20 એપ્રિલની વચ્ચે થઈ શકે છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પાકિસ્તાનમાં કેટલો ભય પેસી ગયો છે, તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય છે કે, ઈન્ડિયન એર ફોર્સની સ્ટ્ર્રાઈકના એક મહિના બાદ પણ પાડોશી દેશે હવાઈ માર્ગ સંપૂર્ણ રીતે ખોલ્યા નથી. એર સ્ટ્રાઈક બાદથી જ પાકિસ્તાને ભારતથી આવતા-જતા વિમાનો માટે પોતાની એરસ્પેસને બંધ કરી દીધી હતી. પાકિસ્તાને બે દિવસ પહેલા પશ્વિમના દેશો તરફ જતી ફ્લાઈટો માટે પોતાના એક માર્ગને ખોલ્યો હતો, જ્યારે બાકી બચેલા 10 રસ્તા હજુ પણ બંધ રાખ્યા છે.

પુલાવામામાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીએ 14 ફેબ્રુઆરીએ સીઆરપીફના કાફલા પર હુમલો કર્યો હતો, જેમાં સેનાના 40 જવાનો શહીદ થયા હતા. તે પછી ભારતે જવાબી કાર્યવાહી કરતા 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી મોટી કાર્યવાહીને અંજામ આપ્યો હતો. તેના આગલા દિવસ પાકિસ્તાને ભારતની સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો.

પાકના ફાઈટર જેટને ભગાડવા દરમિયાન પાક એર એરફોર્સે એક ભારતીય વિમાનને તોડી પાડ્યું હતું અને તેના પાઈલટને અટકાયતમાં લઈ લીધા હતા. બીજા જ દિવસે ભારત તરફથી વધેલા દબાણને પગલે પાકિસ્તાને ભારતીય પાઈલટને મુક્ત કરવો પડ્યો હતો.

કુરેશીએ મુલ્તાનમાં પત્રકારોને કહ્યું કે, ‘અમારી પાસે વિશ્વાસપાત્ર જાણકારી છે કે ભારત પાકિસ્તાન પર વધુ એક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. અમારી જાણકારી મુજબ આ હુમલો 16થી 20 એપ્રિલની વચ્ચે કરવામાં આવી શકે છે.’

જોકે, કુરેશીએ એ વાતની જાણકારી ન આપી કે તેમણે કયા આધારે આ ટાઈમિંગની વાત કરી છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દેશને તે અંગે જણાવવા તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતના વિદેશ મંત્રાલયને આ સંબંધમાં પૂછાયેલા સવાલના જવાબમાં હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2U4j14B

No comments:

Post a Comment

Pages