પાર્થ માટે કપરો સમયઃ

કસૌટી ઝિંદગી કીના અનુરાગ એટલે કે પાર્થ સમથાન માટે અત્યારે ઘણો કપરો સમય ચાલી રહ્યો છે. તેના પિતાનું ગુરુવારે રાત્રે જ હોસ્પિટલના બિછાને અવસાન થઈ ગયું હતું. રિપોર્ટ્સ મુજબ પાર્થ એ સમયે કસૌટી…નું શૂટિંગ કરી રહ્યો હતો અને પિતાના સમાચાર મળતા જ તે પૂણે જવા નીકળી ગયો હતો.
બે જ દિવસમાં શૂટિંગ પર પાછો ફર્યોઃ

તમને જાણીને નવાઈ લાગશે કે પિતાના દેહાંતના બે જ દિવસ બાદ એટલે કે 21 એપ્રિલે પાર્થ કસૌટીના સેટ પર શૂટિંગ કરવા હાજર રહ્યો હતો. પિતાની અંતિમ ક્રિયા બાદ કામ પ્રત્યેના કમિટમેન્ટને કારણે પાર્થ શૂટિંગ માટે આવી ગયો હતો.
આવી હતી પાર્થની હાલતઃ

સેટ પર હાજર સૂત્રોએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના જણાવ્યા મુજબ, “પાર્થ આખો દિવસ ગુમસુમ બેઠો હતો અને તેણે પોતાના ભાગનું શૂટિંગ પતાવ્યું હતું. તે પોતાના પિતાથી ખૂબ જ ક્લોઝ હતો અને આથી જ તેને આ આઘાતમાંથી ઉગરતા થોડો સમય લાગશે.”
પિતાને છેલ્લી વાર મળી ન શક્યોઃ

ઉલ્લેખનીય છે કે પિતા હોસ્પિટલમાં હતા ત્યારે પાર્થ મુંબઈમાં શૂટિંગમાં વ્યસ્ત હતો. તે પિતા પાસે પહોંચી શકે તે પહેલા જ તેના પિતાએ અંતિમ શ્વાસ લીધા હતા અને પાર્થ તેના પિતાને છેલ્લી વાર મળી નહતો શક્યો. તેણે થોડા સમય પહેલા જ મુંબઈમાં પોતાનું ડ્રીમ હોમ ખરીદ્યું હતું અને તેના ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે આ તેની તેના માતા-પિતા માટે ભેટ છે. અફસોસ કે તેના પિતા આ ખુશી જોવા લાંબુ ન રહ્યા.
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2URixnl
No comments:
Post a Comment