સ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે ખુશી

બોલિવુડમાં સતત એક પછી એક સ્ટારકિડ લોન્ચ થઈ રહ્યા છે. ગયા વર્ષે જ્હાન્વી કપૂર અને સારા અલી ખાને બોલિવુડમાં ડેબ્યૂ કર્યું તો આ વર્ષે અનન્યા પાંડેને કરણ જોહરે લોન્ચ કરી. જો કે, કેટલાક સ્ટાર કિડ્સ એવા પણ છે જેમણે ભલે બોલિવુડમાં એક પણ ફિલ્મ ન કરી હોય પરંતુ તેઓ હંમેશા ચર્ચામાં રહે છે. આ લિસ્ટમાં જ્હાન્વી કપૂરની બહેન ખુશીનું નામ સામેલ છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
આટલા મોંઘા શૂઝ અને ટી-શર્ટ પહેરીને આવી ખુશી

હાલમાં જ ખુશી કપૂર ફિલ્મ ‘કલંક’ના સ્ક્રીનિંગમાં પહોંચી હતી. આ દરમિયાન ખુશી ખૂબસુરત લાગતી હતી. ખુશી અહીં પ્રિન્ટેડ ફુલ સ્લીવ ટોપ અને બ્લૂ રંગનું જિન્સ પહેરીને આવી હતી. સાથે જ તેણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. હૂપ ઈયરિંગ્સ ખુશીના લૂકમાં ચાર ચાંદ લગાવતી હતી.
63,619 રૂપિયાના શૂઝ

ખુશીના કપડાં અને શૂઝની વાત કરીએ તો તે ખૂબ મોંઘા હતા. ખુશીની ટી-શર્ટ Moschinoના Feckle collectionની હતી. આ ફુલ સ્લીવ મોશિનો ટોપની કિંમત 22,000 રૂપિયા છે. તેણે Balenciagaના જૂતા પહેર્યા હતા જેની કિંમત 63,619 રૂપિયા છે. ખુશીના કપડાં અને શૂઝનું ટોટલ કરીએ તો કિંમત 85 હજાર કરતાં પણ વધુ થાય છે.
બોલિવુડમાં એન્ટ્રી કરી શકે ખુશી

જણાવી દઈએ કે ખુશી ટૂંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી કરી શકે છે. હાલમાં જ નેહા ધૂપિયાના ચેટ શોમાં કરણ જોહરે આ વિશે જાણકારી આપી. કરણ જોહરે જણાવ્યું હતું કે, ખુશી ટૂંક સમયમાં જ બોલિવુડમાં એન્ટ્રી મારશે. ખુશીમાં સુપરસ્ટાર કરવાના ગુણ છે અને તે સારી ડાન્સર છે. ખુશી વિશે વાત કરતાં કરણે કહ્યું, તે ખૂબસુરત અને પ્રેમાળ છે.
from I Am Gujarat http://bit.ly/2v9xpyk
No comments:
Post a Comment