Latest

Tuesday, April 16, 2019

સીરિયલ ‘યે રિશ્તા…’માં આ એક્ટ્રેસની થશે એન્ટ્રી, નાયરાની સાસુનો ભજવશે રોલ

નાયરાની સાસુના રોલમાં નવી એક્ટ્રેસ

સ્ટાર પ્લસ પ્રસારિત થતી પોપ્યુલર ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં નાયરાની સાસુ એટલે કે સ્વર્ણા ગોયંકાનો રોલ ભજવી રહેલી ટીવી એક્ટ્રેસ પારુલ ચૌહાણે શો છોડી દીધો છે. શોમાં પારુલને દાદીનો રોલ ભજવવાનો હતો, જેના માટે તે તૈયાર નહોતી. હવે પારુલની જગ્યાએ સાત ફેરે અને કુમકુમઃ એક પ્યારા સા બંધનની એક્ટ્રેસ નિયતી જોશીને કાસ્ટ કરાઈ છે. નિયતી આગામી 10-15 દિવસમાં શોનું શૂટિંગ શરુ કરશે. નિયતીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરી આ સમાચારને પુષ્ટિ આપી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘શોનો ભાગ બનવું તે સૌભાગ્યની વાત’

નિયતીએ કહ્યું કે, ‘હા, હું શોમાં સ્વર્ણાનો રોલ ભજવવાની છું. આ શોનો ભાગ બનીને હું ખુશ છું. આ સીરિયલ છેલ્લા 10 વર્ષથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે અને તેનો ભાગ બનવો તે મારા માટે સૌભાગ્યની વાત છે. મને ખબર છે કે મને શું મળી રહ્યું છે કારણ કે હું કોઈને રિપ્લેસ કરી રહી છું અને તે મારા માટે સરળ કામ નથી. પરંતુ મને આશા છે કે દર્શકો મને પસંદ કરશે’.

‘પડકારનો સામનો કરવા તૈયાર છું’

શું તે પારુલ સાથે સરખામણી થવાની વાત પર તે તૈયાર છે તેમજ શું તેના પર કોઈ પણ પ્રકારનું દબાણ છે તે અંગે પૂછવા પર નિયતીએ કહ્યું કે, ‘દબાણ તો છું પરંતુ પડકારનો સામનો કરવા માટે હું તૈયાર છું. સ્વર્ણા છેલ્લા 2-3 મહિનાથી શોમાંથી ગાયબ છે. એટલે મને લાગે છે કે દર્શકોના દિલ જીતવા તે મારા માટે સરળ રહેશે’.

‘દાદીનો રોલ ભજવવામાં વાંધો નથી’

પારુલ પડદા પર પોતાનાથી મોટી ઉંમરનો રોલ કરવા નહોતી માગતી, એટલે તેણે શો છોડવો પડ્યો. બીજી તરફ નિયતીએ પણ અત્યારસુધીમાં એક પણ વખત દાદીનો રોલ કર્યો નથી. જેના વિશે નિયતીએ કહ્યું કે, ‘મને દાદીનો રોલ ભજવવામાં કોઈ તકલીફ નથી. મેં શો જોયો છે અને સ્વર્ણાને સફેદ વાળ અને મોટા ચશ્મામાં નથી બતાવવામાં આવી, એટલે મને આ વાત પર કોઈ તકલીફ નથી’.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Zc2ZJw

No comments:

Post a Comment

Pages