આલિયા-રણબીર વચ્ચે ચાલી રહ્યું છે અફેર

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હોવાની ચર્ચા થઈ રહી છે. જે બાદ તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાના હોવાની પણ માહિતી મળી હતી. પરંતુ રણબીરની દરેક વાતો પર ફિદા થનારી આલિયાએ તેની સાથે લગ્ન કરવાનો વિચાર બદલી નાંખ્યો હોય તેમ લાગી રહ્યું છે. સલમાન ખાન સાથે ડાયરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ઈંશાઅલ્લાહ સાઈન કરતાની સાથે જ આલિયાએ લગ્નને લઈને પોતાના સુર બદલી નાખ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ભટ્ટ પરિવારની આશા પર ફરી વળ્યું પાણી

આલિયા ભટ્ટનું પૂરું ફોકસ હાલ તો તેના કરિયર પર છે, તેથી તેણે લગ્નનો વિચાર મગજમાંથી કાઢી નાખ્યો છે. આલિયાના લગ્નને લઈને પિતા મહેશ ભટ્ટ અને માતા સોની રાઝદાન છેલ્લા ઘણા મહિનાથી ઉત્સાહિત જોવા મળી રહ્યા હતા, પરંતુ તેમની લાડકીએ તેમના ઉત્સાહ અને આશા પર પાણી ફેરવી કાઢ્યું છે.
રણબીર સાથે લગ્ન કરશે આલિયા?

સમય જતા બંનેના લગ્ન અંગેના વિચારો બદલાઈ ગયા છે. સોની રાઝદાનને તે વાત હવે સમજાઈ ગઈ છે કે હાલ તો કપૂર પરિવારની વહુ બનવું તે આલિયા ભટ્ટ માટે થોડું મુશ્કેલ છે અને એટલે જ તે લગ્નની ચર્ચા પર આલિયાની મરજીને ગણાવતા વાતને ટાળી દે છે.
બિગ બજેટની ફિલ્મો કરી રહી છે આલિયા

આલિયા ભટ્ટની કરિયરની ગાડી હાલ ફુલ સ્પીડમાં દોડી રહી છે. આજે રિલીઝ થયેલી ફિલ્મ કલંક સિવાય આલિયા પાસે રણબીર કપૂરની સાથે ‘બ્રહ્માસ્ત્ર’, સલમાન ખાન સાથે ‘ઈંશાઅલ્લાહ’, અજય દેવગણની સાથે ‘આરઆરઆર’ અને તેના પિતાની ફિલ્મ ‘સડક 2’ જેવી બિગ બજેટની ફિલ્મો છે.
હાલ તો માત્ર કરિયર પર જ ફોકસ

કરિયરના પીક પર ઊભેલી આલિયાને હવે લોકોની વાત સમજાઈ ગઈ છે કે લગ્ન કરવા માટે તે ઘણી નાની છે , તેથી તેણે હાલ તો કરિયર પર જ ફોકસ કરવું જોઈએ.
from Page Array – I Am Gujarat http://bit.ly/2GqbE3v
No comments:
Post a Comment