Latest

Tuesday, April 16, 2019

બાળકોનાં હાથમાં આવી ગયું મમ્મીનું ઈલેક્ટ્રિક રેઝર, કર્યું આવું કારનામું 😯😲

બહેન એલોઈસ સાથે ટેડી

અમેરિકાના ટેક્સાસમાં રહેતી એક માતાએ પોતાના બંને બાળકોની કેટલીક ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. આ તસવીરો જોઈને તમને હસવું પણ આવશે અને નિર્દોષ બાળકોની હરકત પ્રત્યે પ્રેમ પણ આવશે. સ્ટેફી લી નામની એક મહિલાએ જણાવ્યું કે તેના દીકરા ટેડીના હાથમાં તેનું ઈલેક્ટ્રિક રેઝર આવી ગયું હતું. પછી તો પૂછવું જ શું તેણે તેની નાની બહેન એલોઈસની સાથે-સાથે પોતાના પર પણ અખતરા કરવાનું ચાલું કરી દીધું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

મમ્મીએ શેર કરી સ્ટોરી

ઈન્સ્ટાગ્રામ પર સ્ટેફીએ આ ઘટનાનો ઉલ્લેખ કરતાં એક વીડિયો ક્લિપ શેર કરી છે. સ્ટેફી એક નર્સ છે. તેણે વીડિયોમાં કહ્યું કે તેના દીકરા ટેડીએ ઈલેક્ટ્રિક રેઝરથી તેની નાની બહેન અને પોતાના વાળને આડા-અવળાં કાપી નાંખ્યા. બંને બાળકોના વાળ જોવા જેવા હતા.

ભાઈએ બહેનના વાળ કાપી નાખ્યા

તસવીરો પરથી ભાઈએ બહેનના વધારે વાળ કાપ્યા નથી તેવું લાગે. પરંતુ એલોઈસના માથાનાં પાછળના ભાગમાં જોશો તો ખ્યાલ આવશે કે ટેડીએ તેની સાથે શું કર્યું છે. ટેડીએ એલોઈસના વાળ પાછળથી સેવ કરી નાખ્યા જેના કારણે પાછળ ટાલ પડી ગઈ હોય તેવું લાગતું હતું. તેની માત્ર બે ચોટલી જ બચી છે, આ જોઈને સ્ટેફીની આંખમાં પણ આંસુ આવી ગયા હતા.

ટેડીએ શું કહ્યું?

ટેડીની આ હરકત પર પહેલા તો સ્ટેફીને ગુસ્સો આવ્યો. પરંતુ પોતાને સંભાળતા તેણે એલોઈસ અને ટેડીને કહ્યું કે તે ચિંતા ન કરે, તેના વાળ ફરીથી આવી જશે. સ્ટેફીએ જ્યારે એલોઈસને પૂછ્યું કે તે તારા ભાઈને કેમ આમ કરવા દીધું. તો ટેડીએ જવાબ આપતાં કહ્યું કે તેણે મને કહ્યું કે તેને આ સારુ લાગી રહ્યું છે. અમે લોકો આમ કરી તમને દેખાડવા માગતા હતા.

‘તમારા વાળ મારા પર લગાવી દો’

જ્યારે સ્ટેફીએ એલોઈસને પૂછ્યું કે શું તેને તેની નવી હેર સ્ટાઈલ ગમે છે, તો તેણે જવાબમાં ના કહ્યું. એલોઈસે મમ્મીને કહ્યું કે, ‘હું હવે છોકરા જેવી લાગી રહી છું. મમ્મી તમે તમારા થોડા વાળ મારા માથા પર લગાવી દો’. સ્ટેફીએ જણાવ્યું કે જ્યારે તે નાઈટ શિફ્ટ માટે તૈયાર થઈ રહી હતી તે સમયે ટેડીના હાથમાં રેઝર આવી જતાં તેણે આ કારનામું કર્યું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2UED4eU

No comments:

Post a Comment

Pages