Latest

Tuesday, April 16, 2019

અર્જુને શૅર કર્યું પોસ્ટર, ટ્રોલર્સે કહ્યું-‘સલમાન ભાઈ સાથે પંગો, કરિયર ખતમ’

રીલિઝ થયા અર્જુન-સલમાનની ફિલ્મના પોસ્ટર્સ

સોમવારે સવારે સોશ્યિલ મીડિયા પર બે મોટી ફિલ્મ્સના પોસ્ટર એકસાથે રીલિઝ થયા હતાં. સલમાન ખાન, કેટરિના કૈફ, તબુ, સુનિલ ગ્રોવર, જેકી શ્રોફ, સોનાલી કુલકર્ણી અને દિશા પટણી સ્ટારર ફિલ્મ ‘ભારત’ અને અર્જુન કપૂર અને અમૃતા પુરી સ્ટારર ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’નું પોસ્ટર આવતા જ ઈન્ટરનેટ પર ચર્ચા શરુ થઈ હતી. આ ચર્ચમાં અર્જુન કપૂર અને સલમાન ખાન વચ્ચેની ખેંચતાણ પણ સામે આવી અને ફેન્સે અર્જુન કપૂરને આડે હાથ લીધો હતો. કેટલાકે તો ત્યાં સુધી કહ્યું હતું કે સલમાન સાથે પંગો લઈને તે કરિયર બરબાદ કરી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

અર્જુન કપૂરને લીધો આડે હાથ

અર્જુનને ટ્રોલ કરતા ઘણાં યૂઝર્સે લખ્યું કે,’ફરીથી રુપિયા ડૂબી ગયા’ એક યૂઝરે લખ્યું કે,’કોઈ રસ જ નથી, અમે સલમાન ખાનને પસંદ કરીએ છીએ, તને નહીં.’ એક યૂઝરે અર્જુનને સલાહ આપતા લખ્યું કે,’ભાઈ તારો લુક દરેક ફિલ્મમાં એક જેવો જ હોય છે, કંઈક નવું ટ્રાય કર. કેટલાક અઠવાડિયામાં તારુ કરિયર જ ખતમ થઈ જશે.’

મલાઈકા વિશે પૂછ્યો સવાલ

વળી એક યૂઝરે તો એવું પણ પૂછી નાખ્યું હતું કે,’ભાઈ અર્જુન, તુ હવે મલાઈકા સાથે ક્યારે લગ્ન કરી રહ્યો છે?’

વરસી પડ્યા ટ્રોલર્સ

જ્યારે સલમાન ખાનની ‘ભારત’ સાથે પોસ્ટર રીલિઝ થયું તો એક યુઝરે લખ્યું કે,’સલમાન ભાઈ સાથે પંગો, તારુ કરિયર ફિનિશ છે, ફ્લોપ….’ તો વળી કામની સલાહ આપતા અન્ય એક યૂઝરે લખ્યું કે,’ભાઈ તુ ‘સાવધાન ઈન્ડિયા’માં કામ કરી લે. તું એમાં પણ સરખું નહીં કરી શકે.’ ઘણાં યુઝર્સ અર્જુન પર વરસી પડ્યાં હતાં. જેમાં એક યુઝરે તો એવું કહી દીધું હતું કે,’અર્જુન, તું તો બોલિવૂડમાં બોજ છો.’

મલાઈકા અરોરાએ પણ કરી કમેન્ટ

ટ્રોલર્સ ઉપરાંત અર્જુનના પોસ્ટર પર તેના દોસ્તો અને કથિત ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાએ પણ કમેન્ટ કરતા ઈમોજી પોસ્ટ કરી હતી. તો વળી અર્જુનની કો-સ્ટાર રહેલી પરીણિતિ ચોપડાએ પણ કમેન્ટ કરતા લખ્યું હતું કે, આખો ચહેરો નથી જોવા મળતો પરંતુ પોસ્ટર મસ્ત છે.

આ તારીખે થશે રીલિઝ

અર્જુન કપૂર સાથે ફિલ્મમાં અમૃતા પુરી અને રાજેશ શર્મા પણ મહત્વના રોલમાં જોવા મળશે. રાજકુમાર ગુપ્તા ફિલ્મના ડિરેક્ટર છે. આ ફિલ્મ 24 મેના રોજ દેશભરના થિએટરમાં રીલિઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2V6qPY9

No comments:

Post a Comment

Pages