Latest

Friday, April 12, 2019

શાહરુખની જાણીતી ટીવી સિરીઝ ‘ફૌજી’ ના ડિરેક્ટરનું અવસાન

શાહરુખને ‘કિંગ ખાન’ બનાવનારા ડિરેક્ટનું નિધન

શાહરુખ ખાનની જાણીતી ટીવી સીરિઝ ‘ફૌજી’ના ડિરેક્ટર કર્નલ રાજ કુમાર કપૂરનું ગુરુવારે નિધન થઈ ગયું. તેમણે દિલ્હીમાં છેલ્લા શ્વાસ લીધા. જણાવી દઈએ કે, રાજ કુમાર કપૂર જ એ વ્યક્તિ હતા જેમણે શાહરુખને તેના શરૂઆતી દિવસોમાં પ્લેટફોર્મ પૂરું પાડ્યું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

પુત્રે સોશિયલ મીડિયા પર શેર કર્યા સમાચાર

This is to inform you that our beloved Dad, Raj Kumar Kapoor (Colonel), has left his earthly body to go on a brand new adventure. The cremation will take place at the Lodhi Crematorium at 3.30 pm today.

Col Raj K Kapoor द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 10 अप्रैल 2019

કપૂરના પુત્રે આ દુ:ખદ સમાચારને ફેસબુક પર શેર કરતા કહ્યું કે, ‘અમારા પ્રેમાળ પિતા રાજ કુમાર કપૂરે પોતાના શરીરને એક નવા રોમાંચ પર જવા માટે છોડી દીધું છે.’

‘ફૌજી’થી શાહરુખે કર્યું હતું ટીવી ડેબ્યૂ

એક ફેન ક્લબે ટ્વિટર પર રાજ કુમાર કપૂરના અંતિમ સંસ્કાર સાથે જોડાયેલી જાણકારી શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી. ઉલ્લેખનીય છે કે, ‘ફૌજી’થી શાહરુખે ટીવી પડદે ડેબ્યૂ કર્યું હતું.

આર્મી લાઈફ પર આધારિત હતી ‘ફૌજી’

જણાવી દઈએ કે, ‘ફૌઝી’ કમાન્ડોઝની એક ડ્રામા સીરિઝ હતી જેઓ આર્મી ટ્રેનિંગ સ્કૂલ જૉઈન કરે છે. શોમાં શાહરુખે અભિમન્યુનો રોલ ભજવ્યો હતો.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Db53rE

No comments:

Post a Comment

Pages