Latest

Friday, April 12, 2019

સ્મૃતિ ઈરાનીની ડિગ્રી પર કોંગ્રેસનો કટાક્ષ- ‘ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી’

સ્મૃતિની ડિગ્રી પર કોંગ્રેસનો વ્યંગ

અમેઠી: ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવાર અને કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની શૈક્ષણિક લાયકાતને લઈને ફરીથી વિવાદ થયો છે. સ્મૃતિએ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ઉલ્લેખ કર્યો કે તેઓ ગ્રેજ્યુએટ નથી. આ વાત પ્રકાશમાં આવતાં જ કોંગ્રેસને સ્મૃતિ ઈરાની અને મોદી સરકાર પર વાકબાણ છોડવાની તક મળી ગઈ. કોંગ્રેસના પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ સ્મૃતિને ટોણો માર્યો. પ્રિયંકાએ હિટ ટીવી સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ને આધારે સ્મૃતિની ડિગ્રી પર કટાક્ષ કર્યો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

‘ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી’

એક પ્રેસ કોન્ફરન્સ સંબોધતી વખતે પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “એક નવી સીરિયલ શરૂ થવાની છે- ક્યોંકિ મંત્રી ભી કભી ગ્રેજ્યુએટ થી. આ શોની ઓપનિંગ લાઈન હશે- ‘ક્વોલિફિકેશન કે ભી રૂપ બદલ તે હૈ, નયે નયે સાંચે મેં ઢલતે હૈ, એક ડિગ્રી આતી હૈ, એક ડિગ્રી જાતી હૈ, બનતે નયે એફિડેવિટ હૈ.'” પ્રિયંકાએ કહ્યું કે, સ્મૃતિ ઈરાનીએ પોતાની ક્વોલિફિકેશનથી એ વાત સાબિત કરી છે કે કઈ રીતે ગ્રેજ્યુએટમાંથી ધોરણ 12 પાસ થવાય. આ મોદી સરકાર દ્વારા અને મોદી સરકારમાં જ શક્ય છે.

સ્મૃતિએ આ અંદાજમાં આપ્યો વળતો જવાબ

તો કોંગ્રસના આ કટાક્ષ પર સ્મૃતિએ ઈરાનીએ પ્રતિક્રિયા આપી છે. સ્મૃતિએ કહ્યું, “છેલ્લા પાંચ વર્ષમાં તેમણે મને દરેક પ્રકારે પરેશાન કરી છે. હું માત્ર તેમને એક જ સંદેશો આપવા માગું છું કે જેટલી વધુ મને પરેશાન કરશે તેટલી જ વધુ મહેનત હું અમેઠીમાં કોંગ્રેસ વિરુદ્ધ કરીશ.”

ગ્રેજ્યુએટ ન હોવાનો સ્મૃતિનો ખુલાસો

મહત્વનું છે કે, સ્મૃતિ ઈરાનીએ ગુરુવારે એફિડેટવિટમાં જણાવ્યું કે, તેઓ ગ્રેજ્યુએટ નથી. ઉમેદવારી પત્રમાં આપેલી માહિતી મુજબ, સ્મૃતિએ દિલ્હી યુનિવવર્સિટીની સ્કૂલ ઓફ ઓપન લર્નિંગમાં કૉરસપોન્ડંટ કોર્સ દ્વારા B.Comમાં એડમિશન લીધું હતું. 1994માં તેઓ ફર્સ્ટ યરમાં હતા. ત્રણ વર્ષનો કોર્સ સ્મૃતિએ હજુ સુધી પૂરો નથી કર્યો. સ્મૃતિએ 1991માં હાઈસ્કૂલ અને 1993માં 12મા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. 2014માં પણ તેમણે ઉમેદવારી ફોર્મ ભરતી વખતે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2GiCY3S

No comments:

Post a Comment

Pages