જોનસ બ્રધર્સનું નવું ગીત

જોનસ બ્રધર્સનું નવું સોંગ sucker 28 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થયું હતું. આ ગીતે યુટ્યૂબ પર ધૂમ મચાવી હતી. આ સિંગલ ટ્રેકની ખાસીયત એ હતી કે આ સોન્ગમાં જોનસ બ્રઝર્સ સાથે તેમની વાઈફ્સ પણ પરફોમન્સ આપતી જોવા મળી હતી. આ સોંગ હિટ ગયા બાદ તેમણે વધુ એક વીડિયો ‘કૂલ’ રિલીઝ કર્યો છે. આ સોંગને મિયામીમાં શૂટ કરવામાં આવ્યું છે. જેમાં જોનસ બ્રધર્સ બીચ પર પરફોમન્સ આપતા જોવા મળ્યા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
‘સકર’ કરતાં અલગ છે ‘કૂલ’
કૂલમાં સકરની જેમ વધારે રોમાન્સની વાત કરવામાં નથી આપી પરંતુ નિકની લાઈફમાં મહત્વનું સ્થાન ધરાવનાર પ્રિયંકા ચોપરા અને જો માટે ખાસ સોફી ટર્નરનો થોડો ઉલ્લેખ કરાયો છે. આ વીડિયોમાં જોનસ બ્રધર્સ બેગી સૂટ અને સ્ટાઈલિશ શેડ્સમાં જોવા મળ્યા. નિક, જો અને કેવિને કહ્યું કે આ રીયૂનિયન સાથે હંમેશા આગળ વધતા રહીશું. ત્રણેય ભાઈઓ ટૂંક સમયમાં વર્લ્ડ ટૂર પર જશે અને એમેઝોન પ્રાઈમ વીડિયો ડોક્યૂમેન્ટરીમાં પણ જોવા મળશે.
હિટ આલ્બમ આપી ચૂક્યું છે બેન્ડ

આ પહેલા તેમનો ‘સકર’ વીડિયો ગયા મહિને રિલીઝ થયો હચો. જોનસ બ્રધર્સનું બેન્ડ 2003માં બન્યુ હતું અને 2013માં તેઓ અલગ થઈ ગયા હતા. આ બેન્ડ બર્નિંગ અપ, હોલ્ડ ઓન અને ફ્લાય વિથ મી જેવા હિટ આલ્બમ આપી ચૂક્યું છે.
પતિના આલ્બમ માટે આપ્યા બોલ્ડ સીન

સકરમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને તેની જેઠાણી સોફી ટર્નરે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા. પોતાના હસબન્ડ નિક જોનસ સાથે પ્રિયંકાએ પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી. આ સોંગના બિહાઈન્ડ ધ સીન્સના ઘણા ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
from Page Array – I Am Gujarat http://bit.ly/2TZbiEH
No comments:
Post a Comment