આંદ્રે રસેલનો બર્થ ડે

કોલકાતા: વેસ્ટઈન્ડિઝના ઓલરાઉન્ડર આંદ્રે રસેલનો આજે 31મો જન્મદિવસ છે. કેરેબિયાઈ ઓલરાઉન્ડરે ફરી એકવાર સાબિત કરી દીધું કે આધુનિક ક્રિકેટમાં તે સૌથી આક્રમક બેટ્સમેન છે. હાલ IPLમાં રસેલનો જાદુ ચાલી રહ્યો છે. રવિવારે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં રસેલે બોલર્સની જોરદાર ધોલાઈ કરી અને 40 બોલમાં 80 રન ફટકાર્યા. બેટિંગ બાદ રસેલે બોલિંગમાં કમાલ દેખાડી અને બે વિકેટ તેમજ બે કેચ પકડ્યા. ઓલરાઉન્ડર રસેલ પોતાને બર્થ ડે પર આનાથી વધુ સારી ગિફ્ટ શું આપી શકે?
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ટીમ સાથે કર્યું જોરદાર સેલિબ્રેશન
Our Muscle Man well and truly CAKED
And yaar Shah @iamsrk you make my heart ache with your sweetness – passing him napkins
#HappyBirthdayAndreRussell #KKR #KKRvMI #KKRHaiTaiyaar pic.twitter.com/s9UXFZ6LjQ
— Samina
(@SRKsSamina) April 28, 2019
મેચ જીત્યા બાદ KKRની ટીમે ધામધૂમથી રસેલનો જન્મદિવસ મનાવ્યો. રસેલે કેક કાપીને જન્મદિવસનો જશ્ન મનાવ્યો. કોલકત્તા નાઈટ રાઈડર્સની ટીમે રસેલનો ચહેરો કેકથી રંગી નાખ્યો. રવિવારે રસેલને શાનદાર પ્રદર્શન બદલ મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો. મેચ બાદ રસેલે કહ્યું, “હું એવેન્જર્સનો ફેન છું. આંખ અને હાથનું સંયોજન મહત્વનું છે. હું બહુ જોરથી શોટ ફટકારવાનો પ્રયાસ કરું છું.”
રવિવારે આક્રમક બેટિંગ કરી
SRK with the KKR squad in the dressing room for the birthday celebrations of Andre Russell. #HappyBirthdayAndreRussell
pic.twitter.com/PMdZTZYobR
— SRK Universe (@SRKUniverse) April 28, 2019
જણાવી દઈએ કે, રસેલના ઓલરાઉંડ પ્રદર્શનની મદદથી કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈને 34 રનથી હરાવ્યું. આ જીત KKRની IPLમાં 100મી જીત રહી. આ જીત બાદ પ્લે ઓફમાં પહોંચવાની કેકેઆરની આશા જીવંત છે. KKRએ 2 વિકેટ ગુમાવીને 20 ઓવરમાં 232 રન બનાવ્યા. તો મુંબઈની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 198 રન બનાવી શકી.
‘રસેલ શાનદાર ખેલાડી’

KKRના કેપ્ટન દિનેશ કાર્તિકે કહ્યું, “રસેલ શાનદાર ખેલાડી છે. તે સ્પેશિયલ છે અને તેણે ખેલાડી તરીકે ઘણી પ્રગતિ કરી છે. આ જોઈને આનંદ થયો.”
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VyXtBM



(@SRKsSamina)
No comments:
Post a Comment