– યુનિફોર્મ સિવિલ કોડ, આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ, દેશમાં થતી ઘૂસણખોરીને સંપૂર્ણપણે બંધ કરવા, સિટીઝનશિપ અમેડમેન્ટ બિલને લાગુ કરવું ભાજપના સંકલ્પ પત્રના મુખ્ય મુદ્દા રહેશે: રાજનાથ
– માત્ર બે હેક્ટરથી ઓછી જમીન જ નહીં, તમામ ખેડૂતોને હવે વર્ષે છ હજાર રુપિયા સરકાર તરફથી મળશે: રાજનાથ
– દેશમાં તમામ ચૂંટણીઓ સાથે કરવાનો ભાજપનો સંકલ્પ: રાજનાથ
– દેશમાં હાલ રહેલા હાઈવેની લંબાઈ બમણી કરાશે, 2022 સુધીમાં તમામ રેલવે ટ્રેકને બ્રોડગેજમાં પરિવર્તિત કરી ઈલેક્ટ્રિફિકેશન કરી દેવાશે.
– દેશની નિકાસને બમણી કરાશે, MSME ઉદ્યોગોને શરુ કરવા સિંગલ વિન્ડો સિસ્ટમ: રાજનાથ
– પ્રત્યેક વ્યક્તિને દર પાંચ કિલોમીટરે બેંકની સુવિધા ઉપલબ્ધ કરાવાશે: રાજનાથ
– કોર્ટોનું પણ ડિજિટલાઈઝેશન કરાશે, સરકારી પ્રક્રિયાઓ ડિજિટલ બનાવાશે: રાજનાથ
– આયુષ્યમાન ભારત યોજના હેઠળ 1.5 લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બનાવાશે. 75 નવી મેડિકલ કોલેજો ખોલાશે.
– છેલ્લા ઘણા વર્ષથી પેન્ડિંગ પડેલી સિંચાઈ યોજનાઓને સત્વરે પૂર્ણ કરાશે, જમીનના દસ્તાવેજોને ડિજિટલ બનાવાશે: રાજનાથ
– દેશની ટોપ એજ્યુકેશનલ ઈન્સ્ટિટ્યૂટ્સમાં બેઠકો વધારાશે: રાજનાથ
– વેપારીઓ માટે બનશે આયોગ, દેશના નાના દુકાનદારોને 60 વર્ષની વય બાદ મળશે પેન્શન: રાજનાથ
– તમામ સંભાવનાઓને તપાસતા સૌહાર્દપૂર્ણ રીતે રામ મંદિરનું નિર્માણ કરાશે: રાજનાથ
– અત્યાર સુધી ચૂંટણીઓમાં અપાયેલા વચનો જો આંશિક રીતે પણ પૂર્ણ થાય હોત તો આપણો દેશ આજે દુનિયાનો સૌથી ધનવાન અને શક્તિશાળી દેશ હોત: રાજનાથ સિંહ
– 2014માં અમે જે પણ વચનો આપ્યા હતા તેને પૂર્ણ કરવા અમે ખૂબ મહેનત કરી: રાજનાથ સિંહ
– ભારતના મનની વાત જાણવા અમે કરોડો લોકોનો સંપર્ક કર્યો, અને અલગ-અલગ માધ્યમથી ફીડબેક લેવાયા.. પાંચ વર્ષની ઉપલબ્ધીઓને આધાર માની આવતા પાંચ વર્ષમાં દેશને આગળ લઈ જશે આ સંકલ્પ પત્ર : રાજનાથ સિંહ
– છ કરોડ દેશવાસીઓ સાથે ચર્ચા કરી તેમના મનની વાત જાણીને ભાજપે પોતાનું સંકલ્પ પત્ર બનાવ્યું: અમિત શાહ
– ભાજપનું સંકલ્પ પત્ર દેશની તમામ અપેક્ષાઓ પૂરી કરવાનો દસ્તાવેજ બનશે: અમિત શાહ
– 2022માં દેશ પોતાનો 75મો સ્વતંત્રતા દિન મનાવશે, તેને ધ્યાનમાં રાખી ભાજપ પણ 75 સંકલ્પ જાહેર કરશે
– મોદી સરકારે પાંચ વર્ષમાં 50થી વધુ મોટા નિર્ણ લીધા છે, જેની અસર ભવિષ્યમાં જોવા મળશે: અમિત શાહ
– અમિત શાહે ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરવાના પ્રસંગે જણાવ્યું કે, મોદી સરકારના કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત કરાઈ છે. દેશનું ગૌરવ આકાશને આંબી રહ્યું છે.: અમિત શાહ
– દેશના અર્થતંત્રને પાટા પર લાવવાનુંક કામ મોદી સરકારે કર્યું છે. પાંચ વર્ષમાં પહેલી વાર ભારત દુનિયાનું છઠ્ઠું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતો દેશ બન્યો છે: અમિત શાહ
– ઘર, શિક્ષણ, શૌચાલય જેવી પાયાની વસ્તુઓ માટે દરેક ગરીબ પાસે પહોંચવાનો પૂરો પ્રયાસ કરાયો: અમિત શાહ
from Page Array – I Am Gujarat http://bit.ly/2D0nXli
No comments:
Post a Comment