પ્રેમી કપલે ટ્રાફિક પોલીસને ફટકાર્યો

નવી દિલ્હીઃ યુવાનોમાં હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવવાનો શોખ કોઈનાથી છુપાયેલો નથી. એક એવી ઘટના દેશની રાજધાની દિલ્હીમાં સામે આવી છે, જ્યાં બેર સરાયના રહેનારા પ્રેમી કપલે પહેલા તો હેલ્મેટ વિના ટુ-વ્હીલર ચલાવી ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કર્યું અને આ બાદ ભૂલ સ્વીકારવાના બદલે ટ્રાફિક પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો. જે બાદ દિલ્હી પોલીસે તરત જ કાર્યવાહી કરતા પ્રેમી યુગલની અટકાયત કરી લીધી.
હેલ્મેટ ન પહેરતા પોલીસે અટકાવ્યા હતા
#JUSTIN: @DelhiPolice has arrested a man and his friend for allegedly misbehaving and manhandling @dtptraffic police personnel in South-West Delhi’s Kishangarh area. @IndianExpress pic.twitter.com/ieTEqpQqSE
— Mahender Singh (@mahendermanral) April 6, 2019
ટ્રાફિક પોલીસ અનુસાર આરોપી છોકરો અને છોકરી હેલ્મેટ વિના સ્કૂટી ચલાવી રહ્યા હતા. જે બાદ ટ્રાફિક પોલીસે તેમને અટકાવી દીધા અને આ બાદ પ્રેમી યુગલ પોલીસ સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યું. ટ્રાફિક અધિકારીઓ સાથે કરાયેલા દુર્વ્યવહારનો વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેમાં યુવકથી વધારે યુવતી આક્રામક દેખાઈ રહી છે. વીડિયોમાં યુવતી ટ્રાફિક અઘિકારીની ટોપી નીચે ફેંકી દેતા દેખાય છે, આ દરમિયાન યુવક અને યુવતી અપશબ્દો બોલતા અને ધક્કા-મુક્કી કરતા દેખાય છે.
મેમો ફાડવાનું મશીન તોડી નાખ્યું

ટ્રાફિક પોલીસ અધિકારીએ ઘટનાની જાણકારી આપતા જણાવ્યું કે યુવતીએ મારપીટ કરીને મેમો ફાડવાનું મશીન તોડી નાખ્યું. યુવકે પણ અપશબ્દો બોલીને એએસઆઈનું યુનિફોર્મ ફાડી નાખ્યું. બંને વિરુદ્ધ આઈપીસીની કલમ 34, 186, 353 અને સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપમાં સેક્શન 3 હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VAJMzb
No comments:
Post a Comment