Latest

Friday, April 5, 2019

બાપાએ ગાડીની ચાવી આપવાની ના પાડી, MBA થયેલા યુવકે ગુસ્સામાં ન કરવાનું કરી દીધું

પિતાએ ગાડીની ચાવી આપવાની ના પાડી તો…

ભોપાલ: ભોપાલના અવધપુરીમાં રહેતા 27 વર્ષીય યુવકે પોતાની જાતને ગોળી મારી દીધી. કારણકે આ યુવક દારૂના નશામાં હતો અને ગાડી લઈને દોસ્તોની સાથે બહાર ફરવા જવા માગતો હતો. પિતાએ ગાડીની ચાવી આપવાની ના પાડી એટલે ગુસ્સામાં આવીને આ યુવકે પોતાની જાતને ગોળી મારી દીધી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

MBA કર્યું હતું પણ નોકરી નહોતો કરતો

શૈલેન્દ્ર સિંહ નામના આ યુવકે 3 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા, તેણે MBA કર્યું હતું પરંતુ, તે નોકરી નહોતો કરતો. તેના માતા-પિતા સરકારી ટીચર છે અને તારીખ 1 એપ્રિલના રોજ આ યુવકનો જન્મદિવસ હતો. તે તેના મિત્રોની સાથે પાર્ટી કરવા માગતો હતો પણ તેના દાદા હોસ્પિટલમાં દાખલ હતા એટલે તે તેના મિત્રોની સાથે બર્થડે મનાવી શક્યો નહોતો.

પત્ની પાસેથી 4 હજાર રૂપિયા લીધા હતા

પોલીસે જણાવ્યું કે ઘટનાના દિવસે શૈલેન્દ્ર નામનો આ યુવક તેની પત્ની પાસેથી 4 હજાર રૂપિયા લઈને મિત્રોની સાથે મસ્તી કરવા માટે નીકળ્યો હતો. તે મોડી રાત્રે નશાની હાલતમાં ઘરે પરત ફર્યો હતો. ત્યારબાદ આ યુવકે તેના પિતા પાસે ગાડીની ચાવી માગી હતી કે જેથી મિત્રોની સાથે બહાર ફરવા માટે જઈ શકે. તેના પિતાએ ગાડીની ચાવી આપવાની ના પાડતા કહ્યું કે નશામાં હોવાના કારણે ગાડી ચલાવવી શક્ય નથી.

યુવકે ગુસ્સામાં આવીને ઘરનો સામાન તોડી નાખ્યો હતો

પિતાએ ગાડીની ચાવી આપવાની ના પાડતા આ યુવક ગુસ્સે ભરાયો અને ઘરનું ટીવી તેમજ સોફાસેટ તોડી નાખ્યા. ત્યારબાદ તેના રૂમમાં જતો રહ્યો અને પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી નાખી. પોલીસે જણાવ્યું કે આ યુવક પાસેથી જે પિસ્તોલ મળી આવી તે દેસી હતી અને તેના ઘરવાળાને પણ આ અંગે કોઈ જાણકારી નહોતી. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથધરી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2FQlA4Z

No comments:

Post a Comment

Pages