બાયોપિકની રિલીઝ પર સ્ટેની માંગણી કરાઈ હતી

સુપ્રીમ કોર્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર બનેલી બાયોપિકની રિલીઝ પર સ્ટેની માંગણી કરતી અરજી તુરંત સુનાવણી કરવાની શુક્રવારે ના પાડી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું કે, ‘કઈ બાયોપિક? અમે તે નથી જોઈ. વીકેન્ડ પર અમે જોઈશું, પછી તમને જણાવીશું’. ત્યાર બાદ ફિલ્મ મેકર્સે ફિલ્મની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ
આ અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરનારા વકીલને બેન્ચે કહ્યું કે આ કેસ પર નિયમિત ક્રમ અનુસાર સુનાવણી કરવામાં આવશે. આ અરજીમાં આગામી લોકસભા ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી બાયોપિકની રિલીઝ અટકાવવાની માંગણી કરવામાં આવી છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે આ ફિલ્મથી દર્શકો અને મતદારોનું ચાલાકીથી મન બદલવાનું અને પ્રભાવિત કરવા માટે બનાવવામાં આવી છે.
વિવેક ઓબેરોયે ટ્વિટ કરી નવી તારીખ જાહેર કરી
Thank you to each and every one of you for your blessings, love and support. Thank you to the Indian Judiciary. We hope you like the film and that it inspires you all! #PMNarendraModi
Jai Hind
@OmungKumar @sandip_Ssingh @sureshoberoi @anandpandit63 @TSeries pic.twitter.com/ogAKP1jG77
— Vivek Anand Oberoi (@vivekoberoi) April 5, 2019
વિવેક ઓબેરોયે ટ્વીટ કરીને ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યું જેમાં ફિલ્મની નવી રિલીઝ ડેટ 11 એપ્રિલ લખેલી છે. આ સાથે વિવેકે ઈન્ડિયન જ્યૂડિશરીનો આભાર પણ માન્યો છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2OQiXEx
Jai Hind
No comments:
Post a Comment