Latest

Wednesday, April 3, 2019

RCBનો સતત ચોથો પરાજય, રાજસ્થાને ખોલાવ્યું જીતનું ખાતું

RCBનો સતત ચોથો પરાજય, રાજસ્થાનની જીત

IPL2019ની 14મી મેચમાં રાજસ્થાન રૉયલ્સે વિરાટ કોહલીની રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 વિકેટે આસાનીથી હરાવી ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ વિજય નોંધાવ્યો જ્યારે આ હાર સાથે RCBએ ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચ ગુમાવી. બેંગ્લોરના 159 રનના ટાર્ગેટને રાજસ્થાને 19.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પાર કરી લીધો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

1 બોલ બાકી રહેતા RRનો વિજય

159 રનના ટાર્ગેટનો પીછો કરતા રાજસ્થાનના ઓપનર અજિંક્ય રહાણે (22) અને જોસ બટલર(59)એ 60 રનની ભાગીદારી નોંધાવી. બાદમાં બટલર અને સ્મિથ (38) ત્રીજી વિકેટ માટે 44 અને ત્રીજી વિકેટ માટે સ્મિથ અને રાહુલ ત્રિપાઠી (25)એ 50 રનની ભાગીદારી નોંધાવી. આ ભાગીદારીઓના સહારે રાજસ્થાને મેચ પર દરેક સમયે પકડ બનાવી રાખી અને આસાનીથી મેચ જીતી લીધી. રાજસ્થાન તરફથી બટલરે 43 બોલમાં આઠ ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 59 રન બનાવ્યા. બેંગ્લોર તરફથી ચહલે 2 અને સિરાજે 1 વિકેટ ઝડપી.

પાર્થિવના 67, કોહલી-ડિ વિલિયર્સ ફેલ

અગાઉ રાજસ્થાને ટૉસ જીતી બેંગ્લોરને પ્રથમ બેટિંગ આપી હતી. પાર્થિવ પટેલે સૌથી વધુ 67 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી (23), ડિ વિલિયર્સ (13) અને હેટમાયર (1) જેવા મોટા બેટ્સમેનોની નિષ્ફળતાને કારણે RCB 20 ઓવરમાં 4 વિકેટે 158 રન બનાવ્યા. રાજસ્થાન માટે શ્રેયસ ગોપાલે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2I9JviK

No comments:

Post a Comment

Pages