સફળતાનો શ્રેય ગર્લફ્રેન્ડને આપ્યો

સામાન્યરીતે એવું જોવા મળતું હોય છે કે કોઈ વ્યક્તિ જે-તે ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે ત્યારે તેના માતા-પિતા, ગુરુ અથવા તો ભાઈ-બહેનોને સફળતાનો શ્રેય આપતા હોય છે. પણ જો કોઈ વ્યક્તિ તેની સફળતાનો શ્રેય તેની ગર્લફ્રેન્ડ અથવા તો બોયફ્રેન્ડને આપે તો શું સમજવું? UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવેલા કનિષ્ક કટારિયા નામના આ છોકરાએ તેની સફળતાનો શ્રેય તેની ગર્લફ્રેન્ડને આપ્યો છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મને ક્યારેય એવી આશા નહોતી કે હું પ્રથમ આવીશ
Kanishak Kataria, AIR 1 in #UPSC final exam: It's a very surprising moment. I never expected to get the 1st rank. I thank my parents, sister & my girlfriend for the help & moral support. People will expect me to be a good administrator & that's exactly my intention. #Rajasthan pic.twitter.com/IBwhW8TJUs
— ANI (@ANI) April 5, 2019
UPSCની પરીક્ષામાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર કનિષ્ક કટારિયા જણાવે છે કે મને ક્યારેય એવી આશા નહોતી કે મારો સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંક આવશે. UPSCની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા બદલ હું મારા માતા-પિતા, બહેન અને મારી ગર્લફ્રેન્ડનો આભાર માનું છું. તેમણે મારી ખૂબ જ મદદ કરી અને પરીક્ષાની તૈયારી દરમિયાન મને ખૂબ જ સહયોગ આપ્યો.
ગણિતના વિષય સાથે પાસ કરી UPSC પરીક્ષા

કનિષ્ક કટારિયાએ કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં બીટેક કર્યું છે અને વૈકલ્પિક વિષય તરીકે ગણિતનો વિષય પસંદ કર્યો હતો. કનિષ્ક કટારિયાએ વધુમાં જણાવ્યું કે આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીઓ તેમની રિલેશનશિપના બાબતે જરા વધુ ગંભીર હોય છે. લોકો મારી પાસે એકસારો વહીવટદાર બનવાની અપેક્ષા રાખી રહ્યા છે અને મારો ઈરાદો પણ તેવો જ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VwMCVx
No comments:
Post a Comment