Latest

Wednesday, April 3, 2019

મચ્છરોથી બચવા માટે આ ભાઈએ લગાવ્યો જુગાડ, જુઓ Video

મચ્છરોથી બચવાનો ઉપાય

સોશિયલ મીડિયામાં જુગાડના વીડિયો ઘણા વાઈરલ થાય છે. જે જીવનને વધુ સરળ બનાવવા માટે રોજબરોજના જીવનમાં ઉપયોગી સાબિત થાય છે. ગરમીની સીઝન આવી ગઈ છે લોકોને મચ્છરોનો ડર સતાવી રહ્યો છે. એવામાં આ યુવકે મચ્છરોથી બચવા માટે જે આઈડિયા અપનાવ્યો છે તેને જોઈને તમે કહેશો…વોટ એન આઈડિયા સર જી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જુઓ વીડિયો

ટ્વિટર પર આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં કેટલાક લોકો આ જુગાડુ વ્યક્તિને પર્સન ઓફ ધ યરનો એવોર્ડ આપવાની માંગ કરી રહ્યા છે. આ વ્યક્તિએ ટેબલ ફેનમાં મચ્છર મારવાનું રેકેટ બાંધીને ચાલું કરી દીધું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ટેબલ ફેન સ્વિંગ કરી રહ્યો છે અને સાથે રેકેટ પણ ફરી રહ્યું છે.

શું તારી પાસે છે આવો કોઈ આઈડિયા

આ વીડિયો ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. તેના પર લોકોની અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. જો તમારી પાસે પણ આવા આઈડિયા હોય તો તમે પણ વીડિયો બનાવી શકો છો.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/2uQGtYV

No comments:

Post a Comment

Pages