અમદાવાદ: શહેરમાં પડી રહેલી કાળઝાળ ગરમી અમદાવાદીઓને અકળાવી રહી છે. હવામાન ખાતા દ્વારા ભલે હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોય, પરંતુ અમદાવાદીઓ તો ઘણા સમયથી ગરમીમાં શેકાઈ જ રહ્યા છે. બુધવારે ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ રહેતા 136 લોકોને 108માં દવાખાને ખસેડવા પડ્યા હતા.
હવે સીધા Whatsapp પર મેળવો મહત્વના ન્યૂઝ, શરુ કરવા ક્લિક કરો
ડૉક્ટરોનું માનીએ તો, બાળકો અને વૃદ્ધોને ગરમીની સૌથી વધુ અસર થઈ રહી છે. કામકાજને કારણે બપોરના સમયે બહાર નીકળતા લોકો પણ હીટ સ્ટ્રોકના ભોગ બની રહ્યા છે. અમદાવાદમાં ફેમિલી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરતા ડૉ. ધીરેન મહેતાનું કહેવું છે કે, તેમની પાસે રોજના દસ કેસ આવા આવી રહ્યા છે કે જેમાં દર્દીને ગરમીની અસર થઈ હોય.
ગરમીને કારણે તાવ આવવો, ઉલ્ટી થવી, માથું દુ:ખવું, પેટમાં દુ:ખાવો, ચક્કર આવવા, ઝાડા થઈ જવા, ચક્કર ખાઈને પડી જવા જેવી સમસ્યા લોકોને થઈ રહી છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ ગરમી ઘટે તેવા કોઈ અણસાર નથી ત્યારે તેનાથી બચવા બપોરના સમયે શક્ય હોય તો બહાર જવાનું ટાળવું, ખૂલ્લા અને લાઈટ કલરના, કોટનના કપડાં પહેરવા તેમજ વધારે માત્રામાં લિક્વિડ લેવું જોઈએ તેવી ડૉક્ટરોની સલાહ છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2JM8bzu
No comments:
Post a Comment