આઈસ-સ્તૂપ કેફે

કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડું ખાવાપીવાની ઈચ્છા થતી હોય છે. એવી જ રીતે કડકડતી ઠંડીમાં એક કપ ચા મળી જાય તો સ્વર્ગ જેવો અનુભવ થાય છે. વિચારો કે, ચારેબાજુ બરફાચ્છાદિત પહાડો, હાડ થીજવતી ઠંડી અને 14,000 ફૂટની ઊંચાઈ પર તમારા હાથમાં ચાનો કપ. એડવેન્ચર જેવું લાગે છે ને! તો હવે આ શક્ય બનશે અને એ પણ ભારતમાં. લેહ-લદ્દાખના ગામમાં સમુદ્ર તટથી 14,000 ફૂટની ઊંચાઈ પર દેશનું પહેલું ‘નેચરલ આઈસ કેફે’ ખૂલ્યું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મનાલી-લેહ હાઈવે પર છે કેફે

રિપોર્ટ મુજબ, આ કેફે મનાલી-લેહ હાઈવે પર આવેલું છે. જેને કુદરતી રીતે તૈયાર કરવામાં આવ્યું છે. શિયાળામાં સ્થાનિક લોકોની મદદથી ‘ધ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને’ તૈયાર કર્યું છે. આશા છે કે આ કેફે એપ્રિલથી મે સુધી ખુલ્લું રહેશે.!
મસા જેવો આકાર

શિયાળામાં પાણી બચાવવા માટે આ કેફેને મસા જેવા આકારનું બનાવાયું છે. જ્યારે વસંત ઋતુમાં બરફ પીગળે ત્યારે પાણીનો ઉપયોગ સિંચાઈમાં થઈ શકે છે.
વાંગચુક છે પ્રેરણાસ્ત્રોત

આ આઈસ કેફેને જાણીતા એન્જિનયર સોનમ વાંગચૂકના ‘સ્તૂપ પ્રોજેક્ટ’ના કોન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ લદ્દાખમાં જ છે. આ પ્રોજેક્ટને જોવા મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.
જુઓ કેફેનો વીડિયો
હવે જ્યારે પણ લદ્દાખ જવાનો પ્લાન બનાવો તો આ કેફેમાં જવાનું ભૂલતા નહીં.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VOMdBz
No comments:
Post a Comment