Latest

Sunday, May 26, 2019

સોફ્ટવેર એન્જિનિયર યુવકે ફટાફટ ઉતાર્યું 14 કિલો વજન

માત્ર 4.5 મહિનામાં ઉતાર્યું 14 કિલોગ્રામ વજન

કંદર્પ જાની નામના આઈટી સોફ્ટવેર એન્જિનિયરે માત્ર 4.5 મહિનામાં ઉતાર્યું 14 કિલોગ્રામ વજન. આ યુવાનની ઉંમર 31 વર્ષ છે અને તેની હાઈટ 5 ફૂટ 11 ઈંચ છે. આ યુવાને જ્યારે વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે તેનું કુલ વજન 93.8 કિલોગ્રામ હતું. એડવેન્ચરના શોખીન એવા આ યુવાનને જ્યારે એવું કહીને સ્કાય ડાઈવિંગ કરવા માટેની ના પાડવામાં આવી કે તારું વજન વધારે છે ત્યારે તેણે વજન ઉતારવાનું નક્કી કર્યું.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

જાણો આ યુવકનો ડાયટપ્લાન

જ્યારે આ યુવકે વજન ઉતારવાનું નક્કી કર્યું ત્યારે તે સવારે બ્રેકફાસ્ટમાં ઈડલી, પૌંઆ, ઉપમા અથવા તો સલાડ ખાતો હતો. તે હળવો પણ પૌષ્ટિક બ્રેકફાસ્ટ લેતો હતો. જ્યારે લંચ દરમિયાન રોટલી, શાક અને દાળ ખાતો હતો, ક્યારેક ખીચડી પણ ખાતો હતો. પણ તે ભાત નહોતો ખાતો. તે ક્યારેક જ ડિનર લેતો હતો અને બહારનું ખાવાનું તદ્દન બંધ કરી દીધું હતું.

પાલકની ખીચડી અને ડ્રાયફ્રૂટ્સ ખાતો હતો

વજન ઉતારવાની પ્રક્રિયા દરમિયાન દરરોજ કસરત કરતો હતો. દરરોજ કસરત કરવાનું શરૂઆતમાં અઘરું લાગતું હતું પણ એકવખત દરરોજ જિમમાં જવાનું શરૂ કર્યું પછી વજનમાં ઘટાડો સ્પષ્ટ જોવા મળ્યો. આ યુવકનું એવું પણ કહેવું છે કે પાલકની ખીચડી ખાવાથી તેના શરીરમાં ઘટાડો જોવા મળ્યો. આ સિવાય તે ડ્રાયફ્રૂટ્સ પણ ખાતો હતો.

રાત્રે 10 વાગ્યા પહેલા સૂઈ જતો હતો

વજન ઉતારવાની શરૂઆત કરતી વખતે આ યુવકે એક સ્માર્ટવોચ ખરીદી હતી કે જેનાથી તે દરરોજ કેટલું ચાલે છે તે જાણી શકતો હતો. તે દરરોજ સવારે 6 વાગ્યે ઉઠી જતો હતો અને રાત્રે 10 વાગ્યા પહેલા સૂઈ જતો હતો. સૂઈ જાય તેના 2-3 કલાક પહેલા આ યુવક કશું નહોતો ખાતો.



from Health News in Gujarati: Latest Health News, Read Breaking Health News on Iamgujarat.com – Page Array – I Am Gujarat http://bit.ly/2WolV9b

No comments:

Post a Comment

Pages