Latest

Sunday, May 12, 2019

નવ વર્ષની આ બાળકી પર બનેલી ફિલ્મને ઓસ્કાર 2020 માટે નોમિનેટ કરાઈ

નાના ગામની છોકરીની વાતઃ

તામિલ નાડુના નાનકડા ગામમાં જન્મેલી પણ સર્ફિંગની ગજબ આવડત ધરાવતી કમલી મૂર્તિ પર એક શાોર્ટ ફિલ્મ બની છે જેમાં તેની સિંગલ મધરની દીકરીને ઉછેરવાની સંઘર્ષ ગાથા વણી લેવાઈ છે. ભારતીયો માટે ગર્વની વાત એ છે કે આ ફિલ્મ આખી દુનિયામાં વખણાઈ છે. એટલાન્ટા ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મના ભારે વખાણ થયા હતા. મહાબલિપુરમમાં શૂટ થયેલી આ ફિલ્મને ઓસ્કાર્સ 2020 માટે નોમિનેટ કરવામાં આવી છે.

હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો

આવી છે સંઘર્ષકથાઃ

આ ફિલ્મમાં સુગંથિ નામની એક યુવતીની વાત છે જે કમલીની સિંગલ મધર છે. તે માછલી વેચીને ગુજરાન ચલાવે છે અને તે સ્ત્રી શક્તિનો પર્યાય છે. દીકરીને ઉછેરવા અને તેનું સ્કેટબોર્ડિંગ ચેમ્પિયન બનવાનું સપનુ પૂરુ કરવા માટે તે અનેક અડચણોનો સામનો કરવા તૈયાર થઈ જાય છે. કમલી મૂર્તિની માતા તેનો સૌથી મોટો આધાર છે.

આ રીતે બની પોપ્યુલરઃ

http://bit.ly/2HfnEnQ

સ્કેટર ટોની હોકે તેનો સ્કેટ શોટ શેર કર્યો પછી કમલીની સંઘર્ષ ગાથા લાખો લોકો સુધી ઈન્ટરનેટના માધ્યમથી પહોંચી હતી. આ છોકરીએ કોઈ ટ્રેડિશનલ સ્કેટર ગિયર પણ નહતું પહેર્યું, તે ફ્રોક પહેરીને સ્કેટિંગ કરી રહી હતી. તેના પગ ખૂલ્લા હતા અને વાળ છૂટ્ટા હતા. છતાંય તેના ચહેરા પરની એકાગ્રતા તેના પેશનની ચાડી ખાતી હતી. આ તસવીરે આખી દુનિયાના લોકોના દિલ જીતી લીધા હતા.

આખી દુનિયામાં વખણાઈઃ

આ ફોટો જેઈમી થોમસ દ્વારા ક્લિક કરાયો હતો. જેઈમી પોતે સ્કેટર, સર્ફ બોર્ડર અને જાણીતો ફોટોગ્રાફર છે. મહાબલિપુરમના પ્રવાસ દરમિયાન તેણે આ ફોટો ક્લિક કર્યો હતો અને ટોની હૉકનું ધ્યાન ખેંચ્યું હતું. કમલીના ભારતીય સ્ત્રીઓના સશક્તિકરણના પ્રતીક તરીકે જોવામાં આવી રહી છે. કમલી પર બનેલી 24 મિનિટની શોર્ટ ફિલ્મ ન્યુઝીલેન્ડની સાશા રેઈનબો દ્વારા ડિરેક્ટ કરાઈ છે. આ ફિલ્મનું ટાઈટલ કમલી છે. આ ફિલ્મ મુંબઈ ઈન્ટરનેશનલ શોર્ટ ફિલ્મ 2018માં બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ જીતી ચૂકી છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2VxIby2

No comments:

Post a Comment

Pages