Latest

Sunday, May 12, 2019

બોલિવૂડના આઈકોનિક RK સ્ટુડિયોને લઈને રણબીર કપૂરે દુઃખ વ્યક્ત કર્યું

સ્ટુડિયો અંગે દુઃખ વ્યક્ત કર્યું

બોલિવૂડના રોક સ્ટાર રણબીર કપૂરે કપૂર ખાનદાનની વિરાસત આરકે સ્ટુડિયો અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. રણબીરે ઉમેર્યું હતું કે, આ વર્ષ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તેના પિતા ઋષિ કપૂર ન્યૂયોર્કમાં કેન્સરનો ઈલાજ કરાવી રહ્યા છે. બીજી તરફ આરકે સ્ટુડિયો પણ વેચાઈ ચૂક્યો છે. ચેમ્બુરમાં આવેલી કપૂર ખાનદાનની આ સંપત્તિને વેચવા માટે કપૂર પરિવારને સમજી વિચારીને વેચવાનો નિર્ણય કર્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

ટૂંક સમયમાં ભારત આવશે

રણબીર કપૂરે ઉમેર્યું હતું કે, ઋષિ કપુર ટૂંક જ સમયમાં પરત આવશે. એક ઈવેન્ટમાં આવેલા રણબીર કપૂરે કહ્યું હતું કે,આ વર્ષ એમના માટે થોડું કપરું સાબિત થયું છે. ડીએનએ રિપોર્ટ અનુસાર જેટલા પ્રયત્નો કરવામાં આવે છે અને જે કંઈ ઈચ્છા છે એ હવે ફિલ્મનો લઈને છે. કેટલીક એવી વસ્તુઓ પણ રહી છે જેનાથી હું ખૂબ જ પ્રભાવિત થયો છું. આરકે સ્ટુડિયો સાથે બોલિવૂડના તમામ જાણીતા સ્ટાર્સથી યાદો જોડાયેલી છે. અહીં અનેક ફિલ્મોનું શુટિંગ પણ થયેલું છે. કપૂર ખાનદાનનો આ સૌથી જૂનો સ્ટુડિયો રહ્યો છે અને બોલિવૂડનો આઈકોનિક સ્ટુડિયો સાબિત થયો છે.

દાદાને કારણે આરકે સ્ટુડિયો શરુ થયો

રાણબીર કપૂરે ઉમેર્યું હતું કે, મારા દાદા રાજ કપુરને કારણે આરકે સ્ટુડિયો શરુ થયો હતો. મને અને તમામ લોકોને દુઃખ છે કે હવે આરકે સ્ટુડિયો નહીં રહે. હું ફિલ્મ પ્રોડક્શન અને ફિલ્મ બનાવવાની આ વિરાસતને આગળ લઈ જવા માગુ છું. રણબીર કપૂર હવે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળશે. પ્રથમ વખત આલિયા અને રણબીરની જોડી ઓનસ્ક્રિન જોવા મળશે. જેની સાથે મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ જોવા મળશે.

ફિલ્મકલાનો પુરાવો

રણબીરે ઉમેર્યું હતું કે, આરકે સ્ટુડિયોએ રાજ કપુરની ફિલ્મકલાનો પુરાવો છે. આ વર્ષ ખૂબ જ ભાગદોડવાળું રહ્યું છે. બ્રહ્માસ્ત્ર બાદ તે શમશેરા ફિલ્મમાં પણ લીડ રોલામાં જોવા મળશે. મને આ બંને ફિલ્મો કરવાની ખૂબ મજા પડી હતી.

 



from Page Array – I Am Gujarat http://bit.ly/2VxI9pU

No comments:

Post a Comment

Pages