Latest

Friday, May 17, 2019

કરીના કપૂર નહીં સલમાનની ‘દબંગ 3’નું સ્પેશિયલ ગીત આ એક્ટ્રેસના ફાળે આવ્યું

‘મુન્ના બદનામ હુઆ…’

બોલિવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’ રિલીઝ થયા બાદ તે આગામી ફિલ્મ ‘દબંગ 3’ના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. છેલ્લા ઘણા સમયથી સલમાન આ બંને ફિલ્મો પર સાથે કામ કરી રહ્યો હોવાની ચર્ચા છે. માહિતી મુજબ, ‘ભારત’ના ડબિંગ સહિતનું ટેકનિકલ કામ પૂરું થઈ ગયું છે. થોડા દિવસ પહેલા અહેવાલ હતા કે ‘દબંગ 3’ માટે એક ગીત રેકોર્ડ કરવામાં આવ્યું છે અને તેના શબ્દો છે ‘મુન્ના બદનામ હુઆ…’. હવે આ ગીતને લઈને નવું અપડેટ આવ્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આવતા અઠવાડિયે શરૂ થઈ શકે શૂટિંગ

રિપોર્ટ મુજબ, આ આઈટમ સોન્ગમાં નાના પડદાની ‘નાગિન’ એટલે કે મૌની રોય જોવા મળશે. ‘દબંગ 3’નું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. સલમાન ખાન એક્ટ્રેસ મૌની રોય સાથે શૂટિંગ કરશે. આ ફિલ્મમાં મૌની પોતાની કાતિલ અદાઓની સાથે ડાન્સનો જાદુ પણ ચલાવશે. મૌની જે ગીતનું શૂટિંગ કરવાની છે તે વસઈના સ્ટુડિયોમાં શૂટ થશે. આવતા અઠવાડિયે સલમાન અને મૌની આ ગીતનું શૂટિંગ કરશે. સૂત્રના જણાવ્યા મુજબ, “આ સ્પેશિયલ ગીતના શૂટિંગ માટે વસઈ સ્ટૂડિયોમાં સેટ તૈયાર કરાયો છે. જો કે, સેટ હજુ સંપૂર્ણપણે તૈયાર નથી. જો કે, આશા છે કે આવતા અઠવાડિયે અહીં શૂટિંગ શરૂ થશે.”

અગાઉ પણ સલમાન-મૌનીએ કર્યો છે ડાન્સ

સલમાન અને મૌનીની જોડી પહેલા બિગ બોસના સેટ પર પણ પર્ફોમ કરી ચૂકી છે. બિગ બોસના સેટ પર જ મૌની અને સલમાનની મિત્રતા થઈ હતી. જણાવી દઈએ કે, હજુ સુધી મૌની રોયના ડાન્સ નંબર વિશે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. પહેલા અહેવાલ હતા કે, ‘દબંગ 3’ના સ્પેશિયલ નંબર માટે કરિના સાથે વાત ચાલી રહી છે. જો કે, પાછળથી ફિલ્મ નિર્માતા અરબાઝ ખાને જ આ ખબરને ખોટી ગણાવી હતી.

ટાઈટલ સોન્ગનું શૂટિંગ થયું

થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશમાં ‘દબંગ 3’ના ફિલ્મનું ટાઈટલ સોન્ગ ‘હુડ હુડ દબંગ દબંગ’ શૂટ કરવામાં આવ્યું. શૂટિંગ દરમિયાન સલમાનને જોવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી. લોકોએ ખૂબ તસવીરો ક્લિક કરી અને વીડિયો પણ બનાવ્યા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ‘દબંગ 3’માં ફરીવાર સલમાનની સામે સોનાક્ષી જોવા મળશે.

સોનાક્ષીએ શરૂ કર્યું શૂટિંગ

હાલમાં જ સોનાક્ષીએ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. શૂટિંગ શરૂ કરતાં પહેલા સોનાક્ષીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પણ શેર કરી હતી. ‘દબંગ 3’ 2010માં આવેલી ‘દબંગ’ સીરીઝની ત્રીજી ફિલ્મ છે. આ ફિલ્મ 20 ડિસેમ્બર 2019ના દિવસે રિલીઝ થશે.



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2LQzGK1

No comments:

Post a Comment

Pages