Latest

Friday, May 24, 2019

ટૂંક સમયમાં લૉન્ચ થશે રેનોની નવી 7 સીટર કાર, જાણો ફીચર અને કિંમત

નવી કાર થશે લૉન્ચ

દેશના ઓટો માર્કેટમાં એસયુવી કારના એક ક્રેઝ બાદ રેનોએ પણ પોતાની નવી કાર લૉન્ચ કરવાની તૈયારીઓ કરી લીધી છે. રેનોનું નવું મોડેલ Renault Triber ટૂંક જ સમયમાં માર્કેટમાં આવશે. તા. 19 જૂનના રોજ કંપની પોતાની નવી કાર માર્કેટમાં લાવશે. આ કાર 7 સીટર હશે. જેની કિંમત 5.3 લાખથી 8 લાખની વચ્ચે રહેશે. રેનો ટ્રાઈબરની તસવીર લીક થઈ ચૂકી છે. આ સાથે એક વીડિયો પણ સામે આવ્યો હતો.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

SUV જેવા ફીચર્સ

આ કારમાં અંદરની તરફ ડ્યુલ ટોન ઈન્ટિરિયર રહેશે. જ્યારે સ્ટેરિંગ અને બીજા કંટ્રોલ એસયુવી કાર જેવા હશે. આ 7 સીટર કારમાં ટચસ્ક્રિન કંટ્રોલ સિસ્ટમ રહેશે. જે એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાપ્લે સહિત બીજા પણ બેસ્ટ ફીચર્સ સાથે આવશે. ત્રીજી રો જરુરિયાત અનુસાર રિમુવ કરી શકાશે. આ ઉપરાંત આગળની સીટને પણ એડજસ્ટ કરી શકાશે. સેફ્ટીની વાત કરવામાં આવે તો ડ્યુલ ફ્રંટ એરબેગ લેગાવવામાં આવી છે.

સેફ્ટી

આ કારમાં એબીએસ, રેર પાર્કિગ સેન્સર અને સ્પીડ વોર્નિગ સિસ્ટમ આપવામાં આવી છે. આ ઉપરાંત રિવર્સ કેમેરા અને વધુ સેફ્ટિ એરબેગ્સ પણ મળી રહેશે.રિપોર્ટ અનુસાર ટ્રાઈબર ક્વિડમાં 1.0 લિટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. ક્વિડની તુલનામાં ટ્રાઈબરમાં 7hp એટલે કે 75 એચપીનો ટોર્ક પાવર જનરેટ થશે. આ સિવાય કારમાં 5 સ્પીડ મેન્યુઅલ્સ આપવમાં આવ્યા છે.

અન્ય SUVને આપશે ટક્કર

આ કાર અન્ય એસયુવી કારને પણ ટક્કર આપશે. માર્કેટમાં આવ્યા બાદ ગ્રાહકોને એસયુવીની રેન્જમાં નવી નવી કારનો વિકલ્પ મળી રહેશે. આ ઉપરાંત, કંપનીએ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન વિકલ્પ પણ આપ્યો છે.

 



from Automobile News in Gujarati, ઓટોમોબાઇલ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Automobiles News – Page Array – I Am Gujarat http://bit.ly/2X5C6pg

No comments:

Post a Comment

Pages