એક્ટરની પર્સનલ લાઈફમાં પડી તિરાડ?

‘જાને તુ યા જાને ના’ ફિલ્મથી બોલિવુડમાં ડેબ્યૂ કરનાર એક્ટર ઈમરાન ખાન હાલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના ફિલ્મના કારણે નહીં પરંતુ તેની પર્સનલ લાઈફના કારણે તે ચર્ચામાં છે. એક રિપોર્ટ પ્રમાણે ઈમરાન ખાન અને તેની પત્ની અવંતિકા મલિક વચ્ચે કંઈક ઠીક ચાલી રહ્યું હોય તેમ લાગતું નથી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
એક્ટરની પત્નીએ છોડી દિધું ઘર

ઈમરાન ખાન અને અવંતિકાની લવ લાઈફ કોઈ પરીની વાર્તાથી ઓછી નથી. પરંતુ બી ટાઉનમાં એવો ગણગણાટ ચાલી રહ્યો છે કે અવંતિકા અને ઈમરાન વચ્ચે છેલ્લા ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. બંને વચ્ચે મતભેદ પણ થઈ ગયો છે. રિપોર્ટ પ્રમાણે અવંતિકાએ મુંબઈના પાલિ હિલ સ્થિત ઈમરાન ખાનના ઘરને છોડી દીધું છે અને હવે તે પોતાના પરિવાર સાથે રહે છે.
ડિવોર્સ સુધી મામલો પહોંચશે?

ઈમરાન અને અવંતિકાના સંબંધોમાં પડેલી તિરાડ ઠીક થઈ જશે કે પછી મામલો ડિવોર્સ સુધી પહોંચશે તે તો સમય જ બતાવશે. હાલ તો બંનેનો પરિવાર કપલ મતભેદ અને ઝઘડો ભૂલીને એક નવી શરૂઆત કરે તેવા પ્રયાસો કરી રહ્યો છે. ઈમરાન ખાન અને અવંતિકાએ આઠ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 2011માં લગ્ન કર્યા હતા. ઈમરાનના લગ્નમાં આમિર ખાન, કિરણ રાવ સહિત બોલિવુડના ઘણા સેલેબ્સ ઉપસ્થિત રહ્યા હતા.
એક દીકરીનો પિતા છે એક્ટર

વર્ષ 2014માં અવંતિકાએ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ વાત કરતાં ઈમરાને કહ્યું હતું કે, ઈમારા મારી અત્યારસુધીની બેસ્ટ ગિફ્ટ છે, જે મને અવંતિકાએ આપી છે. ઈમરાન છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. તે છેલ્લે ફિલ્મ ‘કટ્ટી બટ્ટી’માં જોવા મળ્યો હતો. આ બાદ એક્ટર કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી.
from Page Array – I Am Gujarat http://bit.ly/2YENCbm
No comments:
Post a Comment