બે વર્ષની થઈ અદનાનની દીકરી

સિંગર કમ્પોઝર અદનાન સામી આજકાલ કામમાંથી રજા લઈને જર્મની પહોંચી ગયો છે. જ્યાં તેણે પત્ની સાથે મળીને દીકરી મેડિનાનો બીજો જન્મદિવસ ઉજવ્યો. અદનાને સોશિયલ મીડિયા પર બર્થ ડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે. અદનાને ટ્વિટર પર લખ્યું, “મારી ડાર્લિંગ રોયા જાન અને પરી મેડિના સાથે મ્યુનિખ, જર્મનીના કાર્નિવલમાં મસ્તી.”
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મોંઘું સ્ટોલર ગિફ્ટ આપ્યું

બે વર્ષની દીકરીને અદનાન સામીએ સ્ટ્રોલર ગિફ્ટ આપ્યું છે. જેની કિંમત 4500 ડોલર એટલે કે, 3 લાખ 14 હજાર રૂપિયા કહેવાઈ રહી છે. આ સ્ટ્રોલર બ્રિટિશ ઓટોમોબાઈલ કંપની એસ્ટન માર્ટિને તૈયાર કર્યું છે. જેમાં અલગ જ ખાસિયત છે. આ ગિફ્ટ વિશે અદનાન સામીએ INASને કહ્યું, “મને કારનો ખૂબ શોખ છે અને હું જેમ્સ બોન્ડનો ફેન છું. મારી મૂવી લાઈબ્રેરીમાં જેમ્સ બોન્ડની તમામ ફિલ્મોનું કલેક્શન છે. હું મેડિનાને એક સુંદર સ્ટ્રોલર ગિફ્ટ કરવા માગતો હતો અને આ માટે એસ્ટન માર્ટિન પર્ફેક્ટ છે.”
સ્ટોલરની ખાસિયત

અદનાને કહ્યું, “એસ્ટન માર્ટિન કારમાં જે પ્રકારનું લેધર વપરાય છે તે જ પ્રકારનું લેધર આ સ્ટ્રોલરમાં પણ વાપરવામાં આવ્યું છે. આમાં ખાસ સસ્પેંશન હોવાથી તે સરળતાથી ચાલે છે. આ સ્ટ્રોલર એક વિશેષ એસ્ટન માર્ટિન બ્લેન્કેટ સાથે આવે છે જેને ઘેટાંના ઉનમાંથી બનાવાય છે.”
બોલિવુડનો જાણીતો સિંગર છે અદનાન

મહત્વનું છે કે, અદનાને ઘણી બોલિવુડ ફિલ્મોમાં ગીત ગાયા છે. ‘તેરા ચહેરા જબ નજર આયે’ આલ્બમથી અદનાનને ઓળખ મળી. છેલ્લી વાર અદનાને સલમાનની ફિલ્મ ‘બજરંગી ભાઈજાન’નું ગીત ‘ભર દો ઝોલી મેરી’ ગીત ગાયું હતું, જે ખાસ્સુ લોકપ્રિય થયું હતું. આ સિવાય અદનાન દેશ-વિદેશમાં પર્ફોર્મંસ પણ આપે છે.
જુઓ દીકરી સાથે કેટલી મસ્તી કરી
More fun at the Carnival in Munich, Germany with my darling Roya jaan & angel Medina Jaan!
.
.#babakijaan #daughterandfather #happybirthday #daughterlove #daddyslittlegirl #daddysangel #love #india #bollywood #munich #munchen #germany #carnival @royasamikhan pic.twitter.com/yKZgk7bgsP— Adnan Sami (@AdnanSamiLive) May 11, 2019
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WFd7J5





No comments:
Post a Comment